મહેસાણા LCB ધડાકો: રિવોલ્વર-કાર્તૂસ સાથે 2 સગીર ઝબ્બે, મહેસાણામાં સનસનાટી!

👉નવરાત્રી પૂર્વે ક્રાઇમ બ્રાન્ચનું સરપ્રાઇઝ ચેકિંગ: લાખવડી ભાગોળ નજીક દરગાહ પાસે ઘેરાબંધી કરી હથિયાર કબ્જે કરાયા; સપ્લાયર ‘તોફિકખાન ઉર્ફે મોયડી’ ફરાર

આગામી નવરાત્રીના તહેવારોને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા મહેસાણા પોલીસ વડાની કડક સૂચના બાદ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) મોટી સફળતા મેળવી છે. મહેસાણા શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્તૂસ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 સગીરોને કબ્જે લેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મહેસાણા જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ LCB PI એ.એમ. કામળીયાની ટીમે સમગ્ર જિલ્લામાં પેટ્રોલીંગ અને ચોકીયાત સઘન બનાવી હતી. આ દરમિયાન LCBના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ કાનજીભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે મહેસાણા સાઈંબાબા રોડ પર આવેલા મનોહર પાર્ક સોસાયટીથી લાખવડી ભાગોળ તરફ જવાના રસ્તે દરગાહ નજીક બે શંકાસ્પદ ઈસમો હાથમાં ઘાતક પિસ્તોલ જેવું હથિયાર લઈને ઊભા છે.

આ હકીકત મળતા જ PSI બી.વી. વાઘેલા અને ટીમ સ્થળ પર ત્રાટકી હતી અને બંને બાળકિશોરોને ઘેરી લઈને રાઉન્ડ-અપ કર્યા હતા.તલાશી લેતાં પિસ્તોલ, મેગેઝિન અને ૩ જીવતા કાર્તૂસ મળ્યા હતા. LCB ટીમે સગીરોની તલાશી લેતા તેમની પાસેથી વગર પાસ-પરમિટની દેશી બનાવટની પિસ્તોલ તેમજ અન્ય સામાન મળી આવ્યો હતો:

ઝડપાયેલ મુદ્દામાલ

દેશી બનાવટની પિસ્તોલ (1 નંગ) કિંમત રૂ.25,000/- જીવતા કાર્તૂસ/રાઉન્ડ (3 નંગ) કિંમત રૂ. 300/-  ધાતુનું મેગેઝિન (1નંગ) મોબાઇલ ફોન (1 નંગ): કિંમત રૂ. 10,000/- કુલ જપ્ત મુદ્દામાલ રૂપિયા 35,300/-

ગેરકાયદે હથિયાર આપનાર ‘તોફિકખાન ઉર્ફે મોયડી’ શોધવા ચક્રો ગતિમાન

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ઘાતક હથિયાર તેમને તોફિકખાન ઉર્ફે મોયડી નુરમહંમદખાન પઠાણ(રહે. કસ્બા છીંદીવાડો, મહેસાણા) નામના શખ્સે સપ્લાય કર્યું હતું. હાલ સપ્લાયર તોફિકખાન ભાગી છૂટ્યો હોવાથી મહેસાણા શહેર એ-ડિવિઝન પો.સ્ટે.માં ગુનો નોંધીને તેને ઝડપી પાડવા LCB એ જાળ બિછાવ્યું છે.

કામગીરી કરનાર પોલીસ ટીમ

આ સફળ કામગીરીમાં LCB PI એ.એમ. કામળીયા, PSI બી.વી. વાઘેલા, HC મહેન્દ્રકુમાર, HC હરેન્દ્રસિંહ, PC મેહુલકુમાર, PC ધવલકુમાર, PC કલ્પેશકુમાર અને PC આશીકકુમાર સામેલ રહ્યા હતા.

જૈમિન સથવારા – કડી 

Leave a Comment

और पढ़ें