કડીની સરસ્વતી વિદ્યા સંકૂલ ગર્લ્સ હોસ્ટેલ ખાતે સાતમા નોરતે માતાજીની મહાઆરતી યોજાઈ

પોલીસ અધિકારીઓ, ભાજપના આગેવાનો, નગરપાલિકા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહિતના મહાનુભાવોએ માતાજીનાં દર્શન કરી આરતી ઉતારી

કડી શહેર સ્થિત સરસ્વતી વિદ્યા સંકૂલ ગર્લ્સ હોસ્ટેલ ખાતે નવરાત્રીના સાતમા નોરતે માતાજીનાં દર્શન અને આરતીનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ રાજકીય આગેવાનો, પોલીસ અધિકારીઓ, નગરપાલિકા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં કડી પોલીસ સ્ટેશનના PI એ.એસ. રબારી અને PSI આર. આર.પરમાર, કડી શહેર ભાજપ પ્રમુખ જિગ્નેશ પટેલ, કડી નગરપાલિકા પ્રમુખ રાજેન્દ્રભાઈ ગજ્જર, તાલુકા પંચાયત પ્રમુખ જિતેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ સ્મિતાબેન પટેલ, કારોબારી ચેરમેન શૈલેશભાઈ પટેલ, કડી શહેર ભાજપ મહામંત્રી બિપિનભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી સચિનભાઈ પટેલ, મહેસાણા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ નીરજભાઈ પટેલ, કડી શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કેવલભાઈ પટેલ તથા જિલ્લા પંચાયતના જિલ્લા ડેલિગેટ મયંકભાઈ પટેલ સહિત નગરસેવકો, શાળાના સ્થાપક, ટ્રસ્ટીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ માતાજીનાં દર્શન કરી આરતી ઉતારી હતી અને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સદ્‌બુદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ સમાજમાં સેવા, સંસ્કાર અને ધર્મભાવનાની જ્યોત સતત પ્રજ્વલિત રહે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું

જૈમિન સથવારા કડી 

 

Leave a Comment

और पढ़ें