
👉કડી પોલીસનો સચોટ પ્રહાર: PI એ.એસ રબારીની વ્યૂહરચના, PSI આર . આર પરમારનું માર્ગદર્શન અને ત્રણ જાંબાજ કર્મચારીઓની મહેનતથી ચોરીનો ભેદ ઉકેલાયો!
કડી શહેર અને આસપાસના વિસ્તારમાં કંપનીમાંથી તાંબાના તારની ચોરીના બનાવને લઈને કડી પોલીસને મોટી સફળતા મળી છે. કડી પોલીસ સ્ટેશનની ટીમે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કડી પોલીસ સ્ટેશનના PI એ. એસ. રબારીના નેતૃત્વમાં પોલીસ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.આ સમગ્ર કામગીરીમાં PSI આર. આર. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ ભાવેશભાઈ, મેલાજીભાઈ અને જસવંતકુમારે સતર્કતા અને બારીક તપાસના આધારે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસ ટીમે તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલ અને મળેલી કડીઓના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
કડી-દેત્રોજ રોડ ઉપર ઓ.એન.જી.સી ના વેલ પાસે ત્રણ ઈસમો હાથમાં પ્લાસ્ટિક ની કોથળી લઈ ઉભા રહેલા જેમાં પોલીસ કર્મચારીઓ ને શંકા જતા તેમની પૂછ પરછ કરતા યોગ્ય જવાબ ના મળતા તેમણે વધુ તપાસ અર્થે પોલીસ સ્ટેશન લાવતા તે ઈસમો દ્ધારા કબૂલાત કરેલ કે આ બોરીસણા ખાતે આવેલ કોરલ ફાર્મા કેમ પ્રા.લી કંપની ના ગોડાઉનમાં પડેલ મોટર માંથી કોપર વાયરની ચોરી કરેલ હોવાની વિગત જણાવતા પોલીસ ને ચોરી નો ભેદ ઉકેલવા માં મોટી સફળતા મળી હતી અને પોલીસ દ્ધારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓના પૂર્વ ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઝડપાયેલા આરોપીઓ
વિષ્ણુભાઈ ખેંગારામ દંતાણી,
અનિલભાઈ કાંતિભાઈ દંતાણી,
ભરતભાઈ દશરથભાઈ દંતાણી ત્રણેય આરોપીઓ કડી રેલવે સ્ટેશન પાસે આવેલ ગાયત્રી સોસાયટીની બાજુમાં છાપરામાં રહે
જૈમિન સથવારા કડી









