દિવાળીમાં બૂટલેગરો પર મહેસાણા LCB ના એક પછી એક ધડાકા! PI એ .એમ કામળિયાની ટીમનો સપાટો, ₹19.07 લાખનો મુદ્દામાલ કબજે

👉 કિયા ગાડી માં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, LCB મહેસાણાની મોટી કાર્યવાહી
👉 નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ₹19.07 લાખથી વધુનો મુદ્દામાલ કબજે, વિદેશી દારૂની 3,263 બોટલો મળી આવી
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ચાલી રહેલી પેટ્રોલિંગ દરમિયાન નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘુમાસણ ગામ પાસેથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કિયા સેલ્ટોસ કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને ગુજરાતમાં પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવામાં આવતો હોવાની બાતમીના આધારે LCBની ટીમે કાર્યવાહી કરી હતી.
 મહેસાણા હાઈવે તરફથી સફેદ કલરની કિયા સેલ્ટોસ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ લઈ જવાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયા ના માર્ગદર્શન હેઠળ PSI બી.એ. પરમાર સહિત LCBની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન ઘુમાસણ ગામના નાકા પાસે શંકાસ્પદ કાર મળી આવતાં પોલીસે તેને કબજે કરી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 3,263 બોટલો મળી આવી હતી. દારૂના જથ્થાની કિંમત રૂ. 9,07,865 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત રૂ. 10 લાખની કિયા સેલ્ટોસ કાર સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 19,07,865નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, કાર પર GJ-02-EK-5638 નંબરની ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી, જ્યારે કારનો સાચો નંબર GJ-01-KZ-4557 હોવાનું સામે આવ્યું છે. વાહનના એન્જિન અને ચેસિસ નંબરના આધારે તેની ઓળખ કરવામાં આવી હતી. આ મામલે કારના ચાલક અને તેની બાજુની સીટમાં બેઠેલા અજાણ્યાe શખ્સ સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

જૈમિન સથવારા- કડી 

Leave a Comment

और पढ़ें