કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

કડી માં અલગ અલગ વેપારી પાસેથી 10 બાળ મજૂરને મુક્ત કરાવતી મહેસાણા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ

👉AHTU ના પી. આઇ. ઓ. પી સિસોદિયા ની ટીમ, શ્રમ વિભાગ,અને સ્થાનિક NGO એકશન માં આવ્યા 

મહેસાણા જિલ્લાના કડી માં ખાસ કરીને વાત કરવામાં આવે તો ખાણીપીણીનો વેપાર કરતા હોટલો અને હાટડીયોમાં બાળમજૂરોનો વઘુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે કડી શહેરમાં મહેસાણા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કડી માં અલગ અલગ જગ્યાઆ ના વેપારી પાસેથી 10 બાળ મજૂરને મુક્ત કરાવી વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અવારનવાર મહેસાણા શહેરમાં ચાલતી ગેર પ્રવૃત્તિઓ અને બાળમજૂરી માંથી બાળકોને છોડાવવામાં આવી રહ્યા છે. ત્યારે કડી શહેર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચેકીંગ માં હતા તે દરમ્યાન તેમણે અલગ અલગ વેપારીઓ 10 નાના છોકરાઓ પાસે અલગ અલગ પ્રકારનું બાળ મજુરી કરાવતા હતા. ત્યારે આ 10 બાળકોને માલિક પાસેથી મુક્ત કરાવીને તેઓના જીવનને પુનઃજીવિત કર્યું હતું.

મહેસાણા A.H.T.U.ટીમ દ્વારા જીલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે શહેરમાં સગીર કે નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આધારે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે મહેસાણા જિલ્લાના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેકટર ઓ.પી.સિસોદિયા અને ટીમને મળેલ સૂચના આધારે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન મળેલી બાતમીના આધારે 10 બાળકો ને આ અલગ અલગ જગ્યા ના વેપારીઓ નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનુ આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે. જેના આધારે ટીમે રેડ કરી હતી. જેમાં 10 સગીર બાળકો મળી આવ્યા હતા.

શહેરમાં ખાણીપીણીના વેપારી સાથે સંકળાયેલા વેપારીઓ બાળમજૂરી કરાવતા હોય છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ આ જ પ્રમાણે જિલ્લામાં તથા તાલુકા માં નિષ્ઠાપૂર્વક કામગીરી કરવામાં આવે છે. અને આવા બાળકો ને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવે છે. તથા કડી માંથી બાળ મજૂરી કરાવતા સંચાલકો ને નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Comment

और पढ़ें