👉પી. આઇ.એ. એસ. રબારી ના રાજ માં બૂટલેગરો વેપાર કરતા કેમ ફફડવા લાગ્યા?
👉કડી પોલીસ સ્ટેશન ના પી.એસ. આઇ. આર. આર પરમારે બુટલેગર ના પાટિયા હલાવી નાખ્યા
દારૂબંધીના અમલ માટે કડી પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. કડી પોલીસ સ્ટાફ ના કર્મચારીઓ પેટ્રોલિંગ માં હતા, તે દરમિયાન પોલીસ કર્મચારી ભાવેશભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી સોમેશ્વર સોસાયટી માં વિદેશી દારૂ નો જથ્થો ગાડી માં પડેલો છે તે હકીકત ના આધારે ત્યાં રેડ કરતા મોટી પ્રમાણ માં વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો.
કડી પોલીસ સ્ટેશન ના કર્મચારી રાત્રિ દરમ્યાન પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન પોલીસ કર્મચારી ભાવેશભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી છત્રાલ રોડ ઉપર આવેલ સોમેશ્વર સોસાયટી માં વિદેશી દારૂ ભરેલ ગાડી પડી છે જે હકીકત ને આધારે કડી પોલીસ સ્ટેશન ના પી. આઈ એ. એસ રબારી નો કાફલો તાબડ તોડ ત્યાં પહોંચે છે અને મળેલ માહિતી ના આધારે ઝાલા વિશાલસિંહ ઉર્ફે વિરમસિંહ રહે. સોમેશ્વર સોસાયટી કડી મકાન નંબર 94 માં તપાસ કરતા ઘર ની અંદર અને બહાર ગાડી પડી રહેલ તેમાં વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. ક્રેટા ગાડી GJ 27 AH 9370 માંથી વિદેશી દારૂ ની બોટલ નંગ 1313 જેની કિંમત 3,21,102/- લાખ રૂપિયાનો વિદેશી દારૂ તથા ક્રેટા ગાડી કિંમત 5,00,000/- લાખ મળી કુલ કિંમત 8,21,102/- લાખ રૂપિયા નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો.
કડી પોલીસ સ્ટેશન ના પી. આઇ એ. એસ રબારી અને પી.એસ. આઇ આર.આર. પરમાર ના રેડ માં પગલા પડતા બુટલેગર ફફડી ને ભાગ્યો કડી પોલીસે આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન શરૂ કર્યા
વોન્ટેડ આરોપી
ઝાલા વિશાલસિંહ ઉર્ફે વિરમસિંહ રહે. સોમેશ્વર સોસાયટી કડી
કામગીરી કરેલ પોલીસ અધિકારી અને કર્મચારીઓ
પી. આઇ.એ.એસ.રબારી,પી. એસ. આઇ.આર.આર. પરમાર ,પોલીસ કર્મચારીઓ જશવંતભાઈ, ભાવેશભાઈ, મહેશભાઈ, મેલાજી ઠાકોર










