વિશ્વ સ્તનપાન સપ્તાહ 2026 ની ઉજવણી નિમિત્તે AWL Agri business limited ના સહયોગથી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા અમલમાં મૂકાતા ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ અંતગર્ત કડી તાલુકાના વિવિધ ગામોમાં જાગૃતિ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો માં સુપોષણ સંગિનીઓ આંગણવાડી કાર્યકર્તાઓ, આશા બહેનો, ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ તેમજ ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્તનપાન મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાના તથા માતા અને બાળકના આરોગ્ય અને પોષણ ને પ્રોત્સાહન આપવાનો હતો. સુપોષણ સંગિનીઓ દ્ધારા જાગૃતિ રેલીઓ, સમૂહ બેઠકો, ઘર મુલાકાતો અને માર્ગદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું.આ દરમ્યાન જન્મ પછી તરત જ સ્તનપાન શરૂ કરવાના મહત્વ, પ્રથમ છ મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવાની આવશ્યક તેમજ બે વર્ષ કે તેથી વધુ સમય સુધી પૂરક આહાર સાથે સ્તનપાન ચાલુ રાખવાના લાભો વિશે માહિતી આપવામાં આવી હતી.
જાગૃતિ કાર્યક્રમો સ્તનપાન બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં કુપોષણ ઘટાડવામાં તથા બાળકના સર્વાગી વિકાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ઉપરાંત સ્તનપાન અને માતૃ પોષણ સંબંધિત ગેરમાન્યતાઓ અને ભ્રમોને દૂર કરવા માટે ચર્ચા અને સંવાદ યોજવામાં આવ્યો હતો.
ગ્રામજનો દ્વારા કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. અને માતાઓને યોગ્ય પોષણ તથા બાળકની સંભાળ માટે સહયોગ આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર્તાઓ, આશા બહેનો,અને સુપોષણ સંગિનીઓના માતા અને બાળ આરોગ્ય ક્ષેત્રે આપેલ યોગદાનને પણ બિરદાવવામાં આવી હતી.
આ પ્રંસગે ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ ના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે બાળકના જીવનના પ્રથમ 1000 દિવસ તેના સ્વસ્થ ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.આ કાર્યક્રમ દ્વારા AWL Agri business limited અને અદાણી ફાઉન્ડેશન ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય, પોષણ જાગૃતિ અને સર્વાંગી વિકાસ માટેની પોતાની પ્રતિબદ્ધતાને પુન:દૃઢ કરી હતી.
વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી તમામ હિતધારકો, ગ્રામજનો , માતાઓ, આંગણવાડી કાર્યકર્તાઓ, આશા બહેનો અને સુપોષણ સંગિનીઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કરી ને પૂર્ણ કરવામાં આવ્યો હતો.










