કડી નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ગજ્જર અને કારોબારી ચેરમેન શૈલેષભાઈ પટેલની પહેલથી વિકાસકાર્યોને વેગ, મહિનાઓની રજૂઆત બાદ રોડનું સમારકામ શરૂ

કડી નગરપાલિકાની કામગીરીથી રાહત: આદર્શ વિદ્યાલયથી આદર્શ છાત્રાલય સુધીના રોડનું સમારકામ શરૂ
કડી નગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદને કારણે રોડ-રસ્તા પર પડેલા ખાડાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. કડીના દેત્રોજ રોડ પર આવેલી આદર્શ વિદ્યાલય થી આદર્શ છાત્રાલય સુધીના રસ્તા પર પડેલા ખાડાઓને પગલે વાહનચાલકો તેમજ શાળાએ આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને લઈને અનેક મહિનાઓથી રજૂઆતો થઈ રહી હતી, જેના પગલે હવે રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.
કડી નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ગજ્જર અને કારોબારી ચેરમેન શૈલેષભાઈ પટેલના પ્રયાસોથી વરસાદના કારણે બિસ્માર બનેલા રસ્તા પર સર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી રસ્તા પર ખાડાઓને કારણે અવરજવરમાં મુશ્કેલી અનુભવતા સ્થાનિકો અને ખાસ કરીને આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોને હવે રાહત મળવાની આશા જાગી છે.
દેત્રોજ રોડ પર આદર્શ વિદ્યાલય થી આદર્શ છાત્રાલય સુધીનો માર્ગ વિદ્યાર્થીઓની અવરજવર માટે મહત્ત્વનો છે. રસ્તા પર પડેલા ખાડાઓને કારણે અકસ્માતનો ભય રહેતો હતો અને વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે સમારકામ શરૂ થતાં સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
નગરપાલિકા દ્વારા રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરાતા લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઉકેલ આવવાની દિશામાં પગલું ભરાયું છે. ખાસ કરીને શાળાએ આવતા બાળકોની અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જૈમિન સથવારા – કડી

Leave a Comment

और पढ़ें