
👉 કડી માં છેલ્લા 40 વર્ષ થી નગરપાલિકા ભાજપ ના હાથમાં નવી ટીમની એન્ટ્રી
મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 28 બેઠકો પર બિન હરીફ કરી ભવ્ય વિજય મેળવીને સત્તાનું સુકાન પોતાના હાથમાં જાળવી રાખ્યું હતું જ્યારે કોંગ્રેસના ફાળે 8 બેઠકો આવી હતી. બહુમતી સાથે સત્તામાં આવેલી ભાજપે હવે પાલિકાના શાસનની ધુરા અનુભવી અને યુવા ચહેરાઓના હાથમાં સોંપી છે.
કડી પ્રાંત અધિકારી આશિષભાઈ મિયાત્રા ની અધ્યક્ષતામાં પાલિકાના તમામ સદસ્યો ની હાજરીમાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી જેમાં ચૂંટણી ના પ્રારંભ થયો હતો. પરંતુ તે પૂર્વે જીલ્લા ભાજપ ના મહામંત્રી ભાજપ દ્ધારા આપેલ નામનું મેન્ડેન્ટ રજૂ કર્યું હતું. તે દરમ્યાન ચૂંટણી ફોર્મ ભરવાના સમયમાં એક જ ઉમેદવારી પત્ર ભરાતા ચૂંટણી ના નિયમો મુજબ તેઓને બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અને પાલિકા ના પ્રમુખ તરીકે પાલિકા ના તમામ સદસ્યો દ્ધારા સર્વાનુમતે પ્રમુખ અને ઉપ પ્રમુખ ની સહયોગ આપી ને તેમણે વિધિવત રીતે વરણી કરવામાં આવ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ, રાજ્યભરની નગરપાલિકાઓમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા જિલ્લા સંગઠન, સાંસદ સભ્ય, ધારાસભ્યો સાથે પરામર્શ કરી પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં કડી નગરજનો જેની અનેક અટકળો અને આતુરતા પૂર્વક રાહ જોતા હતા જેમાં ભાજપ મોવડી મંડળ દ્ધારા મહેસાણા ખાતે હાથ ધરાયેલી પક્રિયામાં આ હોદેદારો નક્કી કર્યા હતા.જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના નેતૃત્વમાં ભાજપ ના તમામ 28 વિજેતા સભ્યોએ પ્રમુખ પદ માટે રાજેન્દ્રભાઈ ગજ્જર અને ઉપ પ્રમુખ સ્મિતાબેન પટેલ, કારોબારી ચેરમેન શૈલેષભાઈ પટેલ, પક્ષ ના નેતા વિષ્ણુભાઈ બજાણીયા અને દંડક તરીકે મયંક દરજી ના નામની સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યા હતા.
પાલિકાની તિજોરીની ચાવી એટલે કે, કારોબારી ચેરમેન ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલ ની પસંદગી કરવામાં આવી હતી.
પાલિક પ્રમુખ અને ઉપપ્રમુખ ની નામની જાહેર થતા જ ઉત્સુકતા વશ બહોળી સંખ્યામાં શહેરીજનો ના તેમજ ભાજપના અગ્રણીઓના ટોળા જામ્યા હતા અને કાર્યકરો એ ફટાકડાં ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, મહેસાણા ડિસ્ટ્રીક બેંક ના ચેરમેન વિનોદભાઈ પટેલ, કડી શહેર પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, નગરપાલિકા ના નવ નિયુક્ત સદસ્યો થતા ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.





કડી નગરપાલિકા માં 36 બેઠકો માંથી 28 બેઠકો ભાજપે બિનહરીખ કરી ભવ્ય વિજય મેળવી લીધો હતો પરંતુ અન્ય 8 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો વચ્ચે ખરાખરી જંગ જામ્યો હતો જેમાં કોંગ્રેસ ના 8 ઉમેદવારો ભારે બહુમતી સાથે વિજય મેળવ્યો હતો અને જ્યારે આજ રોજ કડી કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકા ના નવ નિયુક્ત કોર્પોરેટર આજે જ્યારે કડી નગરપાલિક ખાતે પ્રમુખ, ઉપ પ્રમુખ ની નિમણૂંક કરવા ના હતા તે દરમ્યાન તેમના સાથી મિત્રો કોંગ્રેસ ના 8 સભ્યો એ પણ કડી નગરપાલિકા ના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન ને ફુલહાર પહેરાવી ને આવકાર્યા હતા અને કડી ના વિકાસ ના રથ ને સાથે મળી ને આગળ લઈ જઈશું જેવી ખાતરી આપી ને સૌ પદાધિકારીઓ ને વિરોધ પક્ષ ના લોકોએ આવકાર્યા હતા..










