ગામડે તલાટી શોધવા ધક્કા નહીં ખાવા પડે, ક્યાં દિવસે ક્યાં ગામે મળશે તે નક્કી..
કડી તાલુકાના મામલતદાર કચેરી ખાતેથી લોકોને મહેસુલી અને વહીવટી કામ માટે તલાટી કયા દિવસે મળશે તેની અનિશ્ચિતતા હવે દૂર થઈ મામલતદાર સમ્રાટ ભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા તાલુકાના વિવિધ સેજામાં ફરજ બજાવતાં મહેસુલી તલાટીઓની સાપ્તાહિક હાજરીનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે આ મુજબ સેજાના મુખ્ય મથકે નિયત દિવસે તલાટીએ ફરજિયાત હાજર રહી ગ્રામજનોની અરજીઓ અને વહીવટી કામગીરી કરવાની રહેશે. આયોજન મુજબ તમામ તલાટીઓ દર ગુરુવારે તાલુકા મથકે યોજાયેલી બેઠકમાં ફરજિયાત હાજરી આપવાની રહેશે.
સોમવારથી બુધવાર ક્યાં તલાટી કયા મળશે તેની વિગત
રવિપ્રકાશ કુંતાર :- અગોલ ગામના, જેસંગપુરા, દેલ્લા, પંથોડા, મેઢા, બાવલું, કોલાદ, જમિયતપુરા, વિનાયકપુરા, નાડોલીયા, સોનવડ, લક્ષ્મણપુરા
અપેક્ષા બારોટ:- બોરીસણા, આંબલીધારા, કરસનપુરા, જેતપુરા, કુલેત્રા, મેરડા, વામજ, અચરાસણ, અણખોલ, લુણાસણ, વણસોલ, મેડા આદરજ, વડાવી
ભૂમિકા કાપડિયા:- આલુસણા, કમળાપુર,ચારોલ જાદવપુરા,ઢોરીયા, દેઉસણા, નારણપુરા, બાબાજીપુરા, હરીપુરા, જયદેવ પુરા, દુધઈ, નાની કડી, શિયાપુરા, કુંડાળ,
ભાવેશ સરદારકર:- કોરડા, ખંડમોરવા, ગલોદરા, ધૂધલા, થડોદ, થોડમપુરા, પાંઢલપુર, મહારાજપુરા, વિસતપુરા, સેદરડી, સેદરાણા, આદુદરા, જાસલપુર, નગરાસણ, મોકાસણ, લક્ષ્મીપુરા, વિસલપુર, કાસ્વા, નરસિંહપુરા, બલાસર, રણછોડપુરા, વિડજ, સુજાતપુરા,
દર્શન ગોસ્વામી:- ડરણ, ખાવડ, ડરણ મોરવા, ધરમપુર, ભાલઠી, મણીપુર, રોઝાપુરી, લ્હોર, ઈશ્વરપુરા, કલ્યાણપુરા, પાલ્લી, વરખડીયા, વલાવડી, વાઘરોડા, વેકરા
નિખિલ પટેલ:- આનંદપુરા ,ટાકિયા, ડાંગરવા વડુ, કરજીસણ, ઘુમાસણ ચાંદરડા,નારોલા, ઉમાનગર નંદાસણ, નવાપુરા ,લક્ષ્મીપુરા રાજપુર,અલદેશણ, ઇન્દ્રાડ ઇરાણા, ઊંટવા
સૂચિત બ્રહ્મભટ્ટ :- અંબાપુરા, ચડાસણા ,ઝુલાસણ, કૈયલ ,ખેરપુર ,ગણેશપુરા માથાસુર ,વડપુરા, સરસાવ કરણનગર, ફિરોજપુર બુડાસણ , રંગપુરડા
સ્નેહલ ઇટાલિયા:- કડી
સમીર સૂર્યવંશી :- ખડેરાવપુરા, ગોવિંદપુરા કણઝરી, યશવંતપુરા, નદાણા ચંદ્રાસણ
શ્રેયા પટેલ:- થોળ, ચંદનપુરા, ઝાલોડા , સેડફા









