કડીમાં મુસ્લિમ મનસુરી જમાત ટ્રસ્ટ અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કલોલના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પ યોજાયો

“રક્તદાન મહાદાન”ના સંદેશ સાથે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
DYSP ડો. હાર્દિક પ્રજાપતિ નો યુવાનોને સંદેશો આપ્યો કે ડ્રગ્સ ના દૂષણો થી દૂર રહેવા આપી સલાહ
કડી શહેરમાં મનસુરી જમાત ટ્રસ્ટ કડી તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કલોલના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવસેવા અને સામાજિક જવાબદારીના હેતુથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ સમાજના આગેવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું.
રક્તદાન કેમ્પ દરમિયાન રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓ માટે સમયસર રક્ત મળી રહે તે માટે આવા સેવાકીય કાર્યક્રમોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આશરે 150 થી વધુ લોકો એ રક્તદાન કર્યું હતું.અને રક્તદાન કરનાર દાતા ઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા રક્તદાતાઓનું પ્રોત્સાહન કરી તેમની સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી.
“નશામુક્ત યુવા, સશક્ત યુવા” અંતર્ગત કડી પોલીસનું માર્ગદર્શન
આ પ્રસંગે “નશામુક્ત યુવા, સશક્ત યુવા” અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા વિશેષ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવાનોને નશાની લતથી દૂર રહેવા તેમજ પોતાના જીવનને સકારાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવા અંગે સમજ આપવામાં આવી હતી.
કડી પોલીસ દ્વારા યુવાનોને નશાના કારણે વ્યક્તિ, પરિવાર અને સમાજ પર થતી અસરો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ યુવાનોમાં ડ્રગસ દૂષણો અને અન્ય દુષણો તથા સાયબર ફ્રોડ જેવી પ્રવૃતિ થી દૂર રહી ને યુવાનો શિક્ષણ તરફ આગળ વધે અને સમાજ માં જાગૃતિ ફેલાવી તેમને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. નશામુક્ત અને સશક્ત યુવાનો જ સમાજ અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.
સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજમાં જાગૃતિ
મહા રક્તદાન કેમ્પના આયોજન સાથે નશામુક્તિ અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવતા કાર્યક્રમને સામાજિક રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો હતો. એક તરફ રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ યુવાનોને નશાથી દૂર રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મનસુરી જમાત ટ્રસ્ટ કડી અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કલોલ દ્વારા આયોજિત આ કેમ્પમાં સેવાભાવના સાથે જોડાયેલા લોકોની ઉપસ્થિતિ રહી હતી. આયોજકો દ્વારા રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મનસુરી સમાજ ટ્રસ્ટ કડી ના પ્રમુખ સબ્બીરભાઈ મનસુરી, ઉપ પ્રમુખ સલમાન મનસુરી, મંત્રી મુસ્તાક મનસુરી, કારોબારી સભ્યો, મહિલાઓ, સમાજ ના અગ્રણીઓ, ડોક્ટર, વકીલો, અને વિકસિત થવા અને માર્ગદર્શન આપવા માટે DYSP ડો. હાર્દિક પ્રજાપતિ,PI એ.એસ.રબારી, મહિલા PSI સેજલ ચૌધરી અને મોટી સંખ્યામાં રક્ત દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય અને જાગૃતિના કાર્યક્રમો યોજવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

જૈમિન સથવારા – કડી 

Leave a Comment

और पढ़ें