કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

મહેસાણા તાલુકા પી. આઈ ડી. આર. રાવ અને બીટના જમાદાર ચિરાગજી સસ્પેન્ડ કરાયા :- રાજ્ય ના પોલીસ વડા ની કડક કાર્યવાહી

👉 રાજ્ય ના પોલીસ વડા દ્ધારા કડક કાર્યવાહી હાથ ધરાતા મહેસાણા જિલ્લા પોલીસ માં ફફડાટ
રાજ્ય ના પોલીસ વડા દ્ધારા મહેસાણા જીલ્લા ના તાલુકા પોલીસ સ્ટેશન માં કડક કાર્યવાહી હાથ ધરતા સમગ્ર મહેસાણા જિલ્લા પોલીસ માં ફફડાટ વ્યાપી ગયો હતો.
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂ નું કટીંગ થઈ રહ્યું હતું તે દરમ્યાન ગાંધીનગર એસ.એમ. સી પોલીસ ટીમ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ ફાર્મ હાઉસ માં વિદેશી દારૂ નું કટીંગ થઈ રહ્યું છે તે માહિતી ના આધારે એસ.એમ. સી પોલીસ માહિતી વાળી જગ્યા ઉપર પોલીસ દ્ધારા વોચ ગોઠવી દેવામાં આવે છે અને જ્યારે આ ફાર્મ હાઉસ માં વિદેશી દારૂ નું કટીંગ થયું રહ્યું હતું તે દરમ્યાન એસ. એમ.સી પોલીસ ત્યાં ત્રાટકે છે અને થઈ રહેલું દારૂ નું કટીંગ ઝડપી પાડે છે. આશરે 18 લાખ ની કિંમતનો દારૂ ઝડપવામાં આવે છે અને એસ.એમ.સી પોલીસ દ્ધારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયા બાદ રાજ્યના જીલ્લા પોલીસ વડા દ્ધારા તાલુકા પોલીસ સ્ટેશન મથકના પી.આઈ અને એ.એસ.આઈ ને ફરજ માં નિષ્કાજી બદલ સસ્પેન્ડ કરવામાં આવે છે.
તાલુકા પોલીસ સ્ટેશન ના પી.આઈ ડી.આર.રાવ અને બીટ જમાદાર ચિરાગજી ની સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર મહેસાણા જીલ્લા પોલીસ માં ફફડાટ વ્યાપી ગયો હતો. રાજ્ય પોલીસ વડાએ આકરી કાર્યવાહી હાથ ધરતા પોલીસ બેડા ની ઉંઘ ઉડી ગઈ.

જૈમિન સથવારા – કડી

Leave a Comment

और पढ़ें