કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

મહેસાણા LCB પોલીસ ની મોટી કાર્યવાહી : નાગલપુર નજીકથી બે દેશી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે ચલાવવામાં આવતી ખાસ ઝુંબેશ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મહેસાણા શહેરના નાગલપુર નજીકથી દેશી બનાવટની બે પિસ્તોલ અને કાર્ટીઝ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સતત પેટ્રોલિંગ અને ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
એલસીબીની ટીમ મહેસાણા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે નાગલપુર ચોકડી પાસે પે એન્ડ યુઝ નજીક એક યુવક હથિયાર સાથે ઉભો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી જીગર યોગેશકુમાર સોની નામના ઇસમને ઝડપી પાડ્યો હતો.
તપાસ દરમિયાન આરોપી પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ, એક કાર્ટીઝ (રાઉન્ડ) તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 60,100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે આ હથિયારો તેણે પોતાના મિત્ર વિપુલસિંહ બળવંતસિંહ ઝાલા સાથે મળી રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના મામેર વિસ્તારના રાહુલ પારઘી પાસેથી મેળવ્યા હતા.
આ મામલે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હથિયાર પ્રતિબંધિત ધારાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપી
જીગર યોગેશકુમાર સોની, રહે. નાગલપુર સીડીયાવાસ, મહેસાણા
વોન્ટેડ આરોપીઓ
વિપુલસિંહ બળવંતસિંહ ઝાલા, મૂળ રહે. ગુજાળા તા. દેત્રોજ, હાલ નાગલપુર વર્ધમાનનગર, મહેસાણા
રાહુલ પારઘી, રહે. મામેર, ઉદેપુર, રાજસ્થાન
કબજે કરાયેલ મુદ્દામાલ
દેશી બનાવટની પિસ્તોલ નંગ-2, કિંમત રૂ. 50,000
કાર્ટીઝ (રાઉન્ડ) નંગ-1, કિંમત રૂ. 100
મોબાઇલ ફોન નંગ-1, કિંમત રૂ. 10,000

Leave a Comment

और पढ़ें