કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

મહેસાણા LCBને મોટી સફળતા: રાજ્યના વિવિધ શહેરોમાંથી 15 એક્ટિવા ચોરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે જીલ્લા સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં સક્રિય એક્ટિવા ચોર ગેંગના એક સાગરીતને ઝડપી પાડી કુલ 15 એક્ટિવા રિકવર કર્યા છે. પોલીસ દ્વારા અંદાજે 3,83,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાથી મિલકત વિરૂધ્ધના ગુના શોધવા માટે LCB પી.આઈ. એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન HC રશ્મેન્દ્રસિંહ અને HC પ્રદિપકુમારને બાતમી મળી હતી કે એક ઇસમ નંબર પ્લેટ વગરના સફેદ એક્ટિવા સાથે કોઠાસણાથી સતલાસણા તરફ જઈ રહ્યો છે.

પોલીસે વોચ ગોઠવીને મહેશ બાબુભાઇ દરજી (ઉં.વ. 40, રહે. ઉમરી, સતલાસણા) ને અટકાવ્યો હતો. તેની પાસે રહેલા એક્ટિવા બાબતે પૂછપરછ કરતા તેણે આ વાહન વિસનગરની સ્વસ્તિક મેડિકલ સામેથી ડુપ્લીકેટ ચાવી વડે ચોર્યું હોવાની કબૂલાત કરી હતી.

આરોપીની કડક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી જાહેર પાર્કિંગમાં પડેલા એક્ટિવાને નિશાન બનાવતો અને ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી વાહનની ચોરી કરતો હતો. તેણે અત્યાર સુધીમાં નીચે મુજબના સ્થળોએથી વાહનોની ચોરી કરી હોવાનું કબૂલ્યું છે:

અમદાવાદ શહેરમાં ગાંધીનગરમાં, મહેસાણા જિલ્લામાંથી આ એક્ટિવાની ચોરી કરેલ છે 

મહેસાણા LCB એ આરોપી પાસેથી કુલ 15 એક્ટિવા જપ્ત કરી તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ અટક કરી આગળની તપાસ માટે સતલાસણા પોલીસને સોંપ્યો છે. આ કામગીરીમાં LCBના PSI એ.ડી. કાકરેચા, ASI પિયુષકુમાર, બીપીનકુમાર તથા અન્ય સ્ટાફ જોડાયો હતો.

 

Leave a Comment

और पढ़ें