કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

કડી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો:- બે ઈસમો ને ઝડપી પાડ્યા

👉કડી પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો
મુદ્દામાલ અને આરોપી: પકડાયેલા ચોર ઈસમ પાસેથી ચોરીમાં ગયેલો સંપૂર્ણ મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો 
કડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ રાત્રી નો મોકો ઉઠાવી જન્નત સિટી રો હાઉસ ખાતે થી ફરીયાદી ના ઘર નો દરવાજો તોડી તિજોરી માં પડેલ સોનાના દાગીના ની ચોરી કરી ને રફુચક્કર થઈ ગયા હતા. આ ફરિયાદ ના આધારે કડી પોલીસ સ્ટેશન ના પી.આઈ .એ.એસ. રબારી એ ફરિયાદ ને ધ્યાનમાં લઈને કડી પોલીસ સ્ટેશન ના પી.એસ. આઈ.આર.આર. પરમાર દ્ધારા અલગ અલગ ટીમો બનાવી ને આ ચોર ઈસમો ને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.
કડી પોલીસ ડી સ્ટાફ ના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન જયેશભાઈ દેસાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે છત્રાલ રોડ ઉપર એક રીક્ષા માં બે ઈસમો બેસેલા છે. અને આ બને ઈસમો થોડા દિવસ અગાઉ કડી જન્નત સિટી રો હાઉસમાં બંધ મકાનનું તાળું તોડી સોનાના ઘરેણાં ચોરી કરેલ જે દાગીના વેચાણ સારું ફરી રહ્યા છે. જે હકીકત ના આધારે કડી પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ આ ઈસમો ને કોર્ટેન કરી ઝડપી પાડ્યા હતા અને પોલીસે પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ ઈસમો દ્ધારા જન્નત સિટી રો હાઉસમાં બંધ મકાન માં ચોરી કરેલ કબુલાત કરી હતી.જેમાં ચોરી કરેલ મુદામાલ સોનાની વીંટી 2નંગ આશરે અડધા તોલાની 90,000/- કિંમત તથા એક સોનાની ચેઇન આશરે અડધા તોલાની 90,000/- કિંમત એમ કુલ મળી 1,80,000/- લાખ રૂપિયા નો મુદામાલ જપ્ત કરી ઈસમો ની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીઓ 
1. રમજાન ઉર્ફે સરફરાઝ પઠાણ રહે. નંદાસણ 
2. મોઇન જુમ્માભાઈ શેખ રહે. કલોલ 
3. હુસૈન સદરૂભાઈ કસાઈ રહે. કલોલ 
કામગીરી માં રોકાયેલ અધિકારી અને પોલીસ કર્મચારીઓ 
પી. આઈ એ.એસ. રબારી, પી. એસ.આઇ આર. આર. પરમાર, પોલીસ કર્મચારીઓ રણછોડભાઈ, જયેશભાઈ, રાજુભાઈ, રાજુભાઈ તેજમલભાઈ, પરેશભાઈ, સંજય સિંહ, યુવરાજસિંહ, હરપાલસિંહ,દીક્ષિત કુમાર

Leave a Comment

और पढ़ें