કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રવિણ માળીના અધ્યક્ષસ્થાને મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

જનહિતનાં કામો ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રવિણ માળી

જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત રૂ.૧૬૫૬ લાખના ૯૦૨ વિકાસ કામોને મંજૂરી અપાઈ

મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રવિણ માળીના અધ્યક્ષસ્થાને અને પ્રભારી સચિવશ્રી રંજીથ કુમારની ઉપસ્થિતિમાં મહેસાણા કલેકટર કચેરી ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ તમામ વિકાસના કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. પ્રભારી મંત્રીશ્રીએ આ બેઠક દરમિયાન વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિકાસકામો અંગે આયોજન અધિકારીશ્રી પાસેથી માહિતી મેળવી સમગ્ર જિલ્લામાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.

પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લાનો ૨૦૩૫ સુધીનો રોડ મેપ તૈયાર કરવા, જિલ્લાની ૧૦૦ ટકા પ્રાથમિક શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને જિલ્લાની દરેક ગ્રામ પંચાયત ઓફિસ સોલાર રૂફટોપ આધારિત હોય તે માટે સૂચના આપી હતી તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ના વિકાસ કામો ૪૫ દિવસમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.આ ઉપરાંત, મંજૂર થયેલા વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિવિધ સુવિધાઓનો લાભ નાગરિકોને મળી શકે તેમ પણ તેમણે કહ્યું હતું.

આ તકે પ્રભારી મંત્રીશ્રી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ૧૫% વિવેકાધીન, ૫% પ્રોત્સાહક અને ખાસ પછાત વિસ્તારની જોગવાઈ તેમજ નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ મળી રૂ.૧૬૫૬ લાખના ૯૦૨ કામો જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા.

તદુપરાંત વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને ‘આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો – એ.ટી.વી.ટી.’ જોગવાઈ અને સંસદસભ્યશ્રી જોગવાઈ સહિતનાં અન્ય બાકી કામો, મંજૂર થયેલા કામો, શરૂ ન થયેલા કામો અને પ્રગતિ હેઠળના કામો અંગે સમીક્ષા કરી તમામ કામો સત્વરે પૂર્ણ થાય તે દિશામાં પ્રયાસો કરવા પ્રભારી મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી એન.આર. મેકવાને જિલ્લામાં હાથ ધરાનારા વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી પૂરી પાડી હતી.

બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેક્ટરશ્રી એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંચુ વિલ્સને પ્રભારી મંત્રીશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને પ્રભારી સચિવશ્રીને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આવકાર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નીતિનભાઈ પટેલ, મહેસાણા મહાનગરપાલિકાના મેયર શ્રી સોનલબેન ઓઝા, લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી ડૉ. સી. જે. ચાવડા, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી સુખાજી ઠાકોર, શ્રી રાજેન્દ્ર ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની દુહાન, નિવાસી અધિક કલેક્ટરશ્રી મયંક પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આયોજન મંડળની બેઠક બાદ પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે સમીક્ષા કરવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें