કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

હિન્દુ વિધવા મહિલાઓ ને લગ્નના બહાને પ્રેમજાળમાં ફસાવતો કડી નો “કરીમ” ના કર્મ ફૂટ્યા

મેટ્રિમોનિયલ સાઇટ જીવન સાથી ડોટ કોમ પરથી હિન્દુ વિધવા મહિલાઓને આદિત્ય પટેલ ના નામે ઠગનાર કરીમ સિપાઈની કાળી કરતૂતનો અમદાવાદ મહિલા પોલીસે કર્યો પર્દાફાસ

અમદાવાદમાં મેટ્રિમોનિયલ એપના ઉપયોગ દ્વારા મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલિંગ કરવાના આરોપ હેઠળ ક્રાઈમ બ્રાંચે મુસ્લિમ શખ્સની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ મુજબ મહેસાણા જિલ્લાના કડીના કરીમ સિપાઈ પોતાની સાચી ઓળખ છુપાવી ‘આદિત્ય પટેલ’ નામથી વિવિધ મેટ્રિમોનિયલ એપથી મહિલાઓને શિકાર બનાવી છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે.

મહિલાની સતર્કતાથી ખુલ્યો સમગ્ર ભેદ

અમદાવાદની એક મહિલાને આરોપીના વર્તન અને વાતચીત પર શંકા જતાં તેણીએ પોતાની કક્ષાએ વિગતો ચકાસવાનું શરૂ કર્યું હતું. શંકા જતા મહિલાએ અમદાવાદ બજરંગદળનો સંપર્ક કર્યો હતો. જીવનસાથી એપ્લિકેશન પર આદિત્ય પટેલ તરીકે ઓળખ આપી આદિત્ય પોલિસ્ટર નામની કંપની સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ હોવાનું જણાવી આરોપીએ મહિલાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો.

એપ્લિકેશનમાં દર્શાવેલી કેટલીક વિગતો અને યુવકના વર્તનને લઈને મહિલાને શંકા ગઈ. જેને લઈને મહિલાએ યુવકે આપેલા સરનામાની તપાસ કરી હતી. તપાસ દરમિયાન આરોપીના મોબાઈલમાંથી 20 થી વધુ મહિલાઓની પ્રોફાઈલ અને 8 હજારથી વધુ મહિલાઓની તસવીર, વીડિયો મળી આવ્યા હોવાનો વિશ્વ હિન્દુ પરિષદે દાવો કર્યો છે.

આરોપી વિધવા અને ડિવોર્સી મહિલાઓને ટાર્ગેટ કરતો હોવાનો અને તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ બ્લેકમેલ કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાની ફરિયાદના પગલે ક્રાઈમ બ્રાંચે તાત્કાલિક કરીમ સિપાઈની ધરપકડ કરી લીધી છે.ક્રાઈમબ્રાંચની તપાસમાં ખૂલ્યું કે આરોપી નકલી આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને તેની સ્વ. પત્નીનું બનાવટી મૃત્યુ પ્રમાણપત્ર પીડિત સાથે શેર કરી છેતરપિંડી આચરતો હતો. આરોપી જીવનસાથી શોધતી વિધવાઓને ફસાવવા માટે આરોપીએ એકલવાયું જીવન જીવતી નિઃસંતાન વિધુર હોવાનો દાવો કરતો હતો.

બજરંગદળ અને VHPએ કર્યો પર્દાફાશ

બજરંગદળના ક્ષેત્રિય સહ-સંયોજક જ્વલિત મહેતા, VHPના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત અને પીડિતાએ સમગ્ર બનાવ અંગે માહિતી આપી હતી. ‎તેમણે જણાવ્યું હતું કે, આરોપી કરીમ રફીકભાઈ સિપાઈએ ઉદ્યોગપતિની ઓળખનો દુરુપયોગ કરીને મેટ્રિમોનિયલ વેબસાઇટ પર “આદિત્ય પટેલ” નામથી ખોટી પ્રોફાઈલ બનાવી હતી. આરોપી પોતાને હિન્દુ, વિધુર અને નિઃસંતાન તરીકે રજૂ કરીને ખાસ કરીને વિધવા તથા એકલવાયું જીવન જીવતી મહિલાઓનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરતો હતો.‎પીડિતાના જણાવ્યા મુજબ વિશ્વાસ કેળવવા માટે આરોપી દ્વારા નકલી આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત અન્ય દસ્તાવેજો મોકલવામાં આવતા હતા. ત્યારબાદ લગ્નના વચનો અને ભાવનાત્મક સંબંધોના આધારે મહિલાઓ પાસેથી આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આ ‎મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ફોન પર વાતચીત દરમિયાન કેટલીક શંકાસ્પદ વિગતો સામે આવી અને આરોપી દ્વારા આપવામાં આવેલી માહિતી તથા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. તપાસ દરમિયાન “આદિત્ય પટેલ” તરીકે ઓળખ આપનાર વ્યક્તિની અસલ ઓળખ કરીમ સિપાઈ તરીકે હોવાનું જાણવા મળ્યું છે. ‎પીડિતાએ વધુમાં જણાવ્યું કે, પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની જાણ થતાં અને અન્ય કોઈ બહેન-દીકરી આવા જાળમાં ન ફસાય તે હેતુથી તેમણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આયોજનબદ્ધ કાર્યવાહી દરમિયાન આરોપીને મળવા બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેની ઓળખની પુષ્ટિ થતાં તેને પકડી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ‎બજરંગદળના જણાવ્યા મુજબ, આરોપીના મોબાઇલ ફોનમાંથી અનેક મહિલાઓના અંગત અને વાંધાજનક ફોટા-વીડિયો મળી છે. ‎મહિલા પોલીસ સ્ટેશન (પશ્ચિમ) ખાતે ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

જ્વલિત મહેતાએ જણાવ્યું કે, ડિજિટલ યુગમાં મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે સાવચેતી અત્યંત જરૂરી બની ગઈ છે. કોઈપણ વ્યક્તિની ઓળખ, વ્યવસાય, સરનામું અને દસ્તાવેજોની સ્વતંત્ર ચકાસણી કર્યા વિના વિશ્વાસ ન કરવો જોઈએ.‎મહિલાઓને સતર્ક રહેવા પોલીસની અપીલ

ક્રાઈમ બ્રાંચે મેટ્રિમોનિયલ એપનો ઉપયોગ કરતી મહિલાઓને સાવચેતી રાખવા અને કોઈપણ અજાણ્યા વ્યક્તિ પર ઝડપથી વિશ્વાસ ન કરવાની સલાહ આપી છે. ઓનલાઈન ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર સંબંધોમાં આગળ ન વધવા પણ અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें