કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

પોલીસ ધારે તો ભલભલાને ગમે ત્યાંથી શોધી કાઢે ! કડી માં ત્રણ હત્યા ત્રણે હત્યાના ઈસમોને 24 કલાકો માં જેલ ભેગા કર્યાં

👉કડી ના બલાસર ગામે લૂંટ ના ઇરાદે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
કડી માં છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન હત્યા ના બનાવો સામે આવતા પોલીસ પણ દોડતી થઈ હતી પરતું. કડી પોલીસ ની કડક કાર્યવાહી ને લઈને ત્રણે હત્યા કરનાર ઈસમો ને જેલ પાછળ ધકેલી નાખવામાં આવ્યા છે.
કડી ના બલાસર ગામે રાત્રિ દરમ્યાન ગુલાબ ફેક્ટરી ની સામે કાચા રસ્તાની અંદર લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. આલુસણા ગામના વિષ્ણુજી ઠાકોર ની અગ્મોય કારણસર તેમની હત્યા કરવામાં આવે છે. હત્યા કરેલ સ્થળ ઉપર થી પોલીસ ને ત્યાં બાજુ માં એક્ટિવા મળી આવે છે અને વધુ તપાસ કરતા પોલીસ ના હાથે એક પછી એક એવિડન્સ હાથે લાગે છે. આલુસણા ગામના વિષ્ણુજી ઠાકોર ને લોંખડ ની હથોડી અને છરી ના ઘા મારી હત્યા કરવામાં આવે છે અને હત્યા કરીને ઇસમ ત્યાંથી રફુચક્કર થઈ જાય છે પરતું કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે અને તપાસ નો ધમ ધમાટ શરૂ કરી નાખે છે અને આરોપી ને 24 કલાક ના સમય ગાળા માં ઝડપી પાડી ને જેલ ભેગા કરી નાખવામાં આવે છે.
હત્યા બાદ કડી ડી. વાય.એસ. પી ડો હાર્દિક પ્રજાપતિ તથા કડી પોલીસ સ્ટેશન ના પી. આઈ .એ. એસ. રબારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવે છે અને આરોપી ને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ને તપાસ શરૂ કરવામાં આવી હતી. સાથે મહેસાણા LCB પોલીસ ની ટીમ પણ આવી પહોંચી હતી. તેમ મળી ને પોલીસ ની 8 ટીમો બનાવી સયુંકત રીતે ટેકનીકલ ઇન્ટેલિજન્સ તથા હ્યુમન સોર્સિઝ ના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. કડી માં બનેલી ઘટના સ્થળ ની આજુ બાજુ ના 16 થી વધુ સી. સી. ટી. વી ફૂટેજ ચેક કરી તેમજ અમુક શંકાસમદ ઈસમો ને પૂછ પરછ હાથ ધરી હતી.
કડી જાદવપુરા ચોકડી પાસે બનાવ સ્થળ નજીક નોનવેજની લારી ચલાવતા ઈશ્મની પૂછપરછ કરતા આ ઈસમે મરણ જનાર તેની દુકાને અવારનવાર નોનવેજ લેવા આવતા હતા તેમ જ પોતે નોનવેજની લારી ચલાવતો હોય જેની બાજુમાં આવેલું ખેતરનું વાવેતર મૃત્યુ પામેલ વિષ્ણુજી ઠાકોર કરતા હતા અને તેઓની પાસે નિયમિત રીતે ખેતીની આવક તથા તેઓના ખિસ્સામાં પૈસા પડેલ હોવાનું પોતે આ ઇસમ જાણતો હતો બનાવના દિવસે પણ મૃત્યુ પામેલ નોનવેજ લેવા ગયેલા હતા તે વખતે મરણ જનાર પાસે વધારે પૈસા હોવાનું જાણતા ઈસમ એ વિષ્ણુજી ઠાકોર ના એક્ટિવા પાછળ બેસી હરિયાણા હોટલ પાસે છાશ લેવા જવાનું બહાનું કાઢી ને નોનવેજ લારી ઉપર રહેલ નોનવેજ કાપવાની છરી પોતાના કમરમાં રાખી વિષ્ણુજી ના એક્ટિવા ઉપર બેસી આગળ જતા આરોપી પોતાની કમરમાંથી છરી કાઢી વિષ્ણુજી ના પેટ ના ભાગે અડાડી બલાસર ગામ નજીક આવેલ ગુલાબ ફેક્ટરી ની સામે ના કાચા રસ્તામાં એક્ટિવા વાળવાનું કહે છે અને ત્યાં જતા આ ઇસમ તેમની પાસે રહેલ પૈસા ની માંગણી કરી તે દરમ્યાન પોતાના પાસે રહેલ છરી વડે પીઠ ઉપર છરી ના ઘા મારી હત્યા કરવામાં આવે છે અને વિષ્ણુજી ના ખિસ્સામાં પડેલ 12,000/- હજાર રૂપિયા લઈ ને રફૂચક્કર થઈ ગયો હતો અને પોલીસે આ ઇસમ મોહમ્મદ ખલીલુર આલમ રહે હાલ કડી દેત્રોજ રોડ ઉપર આવેલ ખેતરની ઓરડીમાં મૂળ રહેવાસી બિહાર નો પોલીસે ગણતરી ના કલાકો માં હત્યા કરેલ ઇસમ ને ઝડપી પાડી ને જેલ ભેગો કરી નાખવામાં આવ્યો હતો. અને આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें