👉 શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ,ડી. રાજા વિધા સ્કૂલ ખાતે કડી વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
👉ભારતીય સંસ્કૃતિમાં યોગને માત્ર શારીરિક કસરત નહીં પરંતુ જીવનને સંતુલિત અને શિસ્તબદ્ધ બનાવતી જીવનપદ્ધતિ તરીકે માનવામાં આવે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે કડીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કડી વહીવટી તંત્ર ના અધિકારીઓ અને પદાધિકારીઓ ની ઉપસ્થિત માં યોગ અભ્યાસ કર્યો.
ભારતીય સંસ્કૃતિમાં યોગને માત્ર શારીરિક કસરત નહીં પરંતુ જીવનને સંતુલિત અને શિસ્તબદ્ધ બનાવતી જીવનપદ્ધતિ તરીકે માનવામાં આવે છે. “યોગ કર્મસુ કૌશલમ”ના વૈદિક વિચારને અનુસરીને યોગને જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવ્યો.
કાર્યક્રમ દરમિયાન યોગ અને પ્રાણાયામ દ્વારા તન-મનને સ્વસ્થ રાખવાની સાથે આંતરિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું. આપણા ઋષિ-મુનિઓએ વિશ્વને આપેલી યોગની અમૂલ્ય ભેટ આજે સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય અને સકારાત્મક જીવન માટે માર્ગદર્શક બની રહી છે.
સ્વસ્થ જીવન માટે યોગ’ના સંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને નિરામય જીવન તરફ આગળ વધવા અપીલ કરી.
કાર્યક્રમ દરમિયાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યોગ દિવસ માટેના વિશેષ સંદેશનું પણ શ્રવણ કરવામાં આવ્યું. આ અવસરે નાગરિકોને યોગ દ્વારા શરીર, મન અને આધ્યાત્મિક ચેતનાને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવા માટે આહ્વાન કરવામાં આવ્યું.
કડી નાની કડી ખાતે શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ, ડી રાજા વિધા સ્કૂલ ખાતે યોગ દિવસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહીવટી તંત્ર ના મામલતદાર સમર્થભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા વિકાસ અધિકારી કલ્પેશસિંહ ચાવડા, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ગજ્જર, ઉપ પ્રમુખ સ્મિતાબેન પટેલ, કારોબારી ચેરમેન શૈલેષભાઈ પટેલ, નાની કડી જીલ્લા પંચાયત સીટ ના સદસ્ય મયંકભાઇ પટેલ, નીરજ પટેલ, દીપકભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ રાવળ, તથા કડી નગરપાલિકા કોર્પોરેટર થતા નાગરિકો અને શાળા ના વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.