કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

કડી માં DYSP ડો.હાર્દિક પ્રજાપતિ ડંડા લઈને મેદાન માં ઉતરતા ગુનેગારો શહેર છોડી ને કેમ ભાગ્યા?

👉અસમાજિક તત્વો ઉપર લગામ કસવા પોલીસે તૈયાર કર્યું ગુનેગારો નું લિસ્ટ?
👉કડી માં અનેક વિસ્તારમાં પોલીસ કાફલા સાથે ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું 
જ્યારે પોલીસ કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા સડકો પર ઉતરે છે ત્યારે તેનો મુખ્ય ઉદેશ ગુનેગારો માં ડર અને સામાન્ય નાગરિકો માં સુરક્ષાની ભાવના પેદા કરવાનો હોય છે. અસમાજિક તત્વો પર કાબુ મેળવવા માટે પોલીસ દ્ધારા શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સાથે સાથે નાસ્તા ફરતા ગુનેગારો પકડવા શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહેસાણા જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્ધારા જિલ્લા ની અંદર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનેગારો માં પોલીસ નો ડર રહે અને સામાન્ય નાગરિકો સાથે પોલીસ મિત્ર બની ને કામગીરી કરે તેને લઈને જિલ્લા પોલીસ વડા દ્ધારા એક અગત્ય ની ડ્રાઈવ નક્કી કરવામાં આવી છે જેમાં જિલ્લા ના દરેક તાલુકા માં આ પ્રકારની ફુટ પેટ્રોલિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેમાં, પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ, નાસ્તા ફરતા ગુનેગારો પકડવા, વાહન ચેકીંગ, ગુનેગારો ના ઘર ચેકીંગ, ગેર કાયદેસર ચાલતી પ્રવૃતિઓ ઉપર આકરી કાર્યવાહી, વાહનો ની અંદર હથિયારો લઈને ફરતા હોય તેવા તત્વો સામે કાર્યવાહી જે કરવામાં આવશે. તેને અનુસંધાને કડી માં પણ આ પ્રકારની ડ્રાઈવ યોજાઈ હતી અને કડી પોલીસ દ્વારા અનેક વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
DYSP ડો. હાર્દિક પ્રજાપતિ એ જણાવ્યું હતું કે કડી માં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત જળવાઈ રહે તે માટે આ કામગીરી શરૂ કરવામાં આવી છે.લોકોની સુરક્ષા અને સલામતીનો પૂરતો અહેસાસ થાય અને શહેરમાં નાસ્તા ફરતા ગુનેગારો ઝડપી લેવાનો આ અભિયાન નો મુખ્ય હેતુ છે.
આ અભિયાન અંતર્ગત કડી ના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ શહેર ના મુખ્ય રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ ની આ સરાહનીય કામગીરી થી વેપારી મિત્રો એ આવકારી હતી. સાથે આ ફૂટ પેટ્રોલિંગ માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ સહિત 10 પી. આઇ.,17 પી.એસ. આઇ સહિત 100થી વધુ પોલીસ કર્મીઓ ડંડા લઈને મેદાન ઉતર્યા હતા. અલગ અલગ ટીમો બનાવી ગલી, મોહલ્લા, સોસાયટી વિસ્તારમાં તેમજ ગુનેગારોના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી હતી. ગુનેગારો ની ધરપકડ માટે ઘરની ચકાસણી કરવામાં આવી રહી છે. આવારા તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
કડી માં છેલ્લા અનેક મહિના થી નવ નિયુક્ત પી. આઇ એ.એસ. રબારી એ પોલીસ સ્ટેશન ની કમાન સંભાળતા અનેક અસમાજિક તત્વો માં ફફડાટ તો વ્યાપી ગયો છે સાથે સાથે આવા અનેક તત્વો આ પી. આઈ એ. એસ રબારી ના હાથ માંથી બચવા માટે ભૂર્ગભ માં ઉતરી ગયા છે કે પછી કડી શહેર છોડી ને ભાગી ગયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પી. આઇ એ. એસ રબારી ના રાજ માં બૂટલેગરો કહી રહ્યા છે કે સાહેબ અમને જવા દો અમે ધંધો નહીં કરીએ કાતો અમે શહેર છોડી ને જતા રહીશું પણ અમને માફ કરો આવા શૂર પણ ગુનેગારો માં જોવા મળી રહ્યા છે. અને કડી માં બેફામ બની રહેલા ગુનેગારો ચેતી જજો પી. આઇ એ.એસ.રબારી ના ઝપેટમાં ચડતા નહીં તો થશે આકરી કાર્યવાહી જેની તમે નોંધ પણ નહીં લીધી હોય તેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. થતા આવનારા સમયમાં કડી પોલિસ દ્ધારા આવા નાસ્તા ફરતા ગુનેગારો ને ઝડપી પાડી દંડિત કરાવવા અને આવારા તત્વોનો ધાક તોડવાનો છે. આનાથી સામાન્ય નાગરિક નિર્ભય જીવન જીવી શકે છે.
DYSP હાર્દિક પ્રજાપતિ નો આમ નાગરિકો માટે ખાસ અપીલ:- બેફામ બની રહેલા ગુનેગારો ની વિગતો આપો પોલીસ કરશે કડક કાર્યવાહી
જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અનેક વાર કાયદો વ્યવસ્થા જાળવવા માટે આકરા મૂળ માં જોવા મળતા હોય છે ત્યારે પોલિસ માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આવનાર દિવસોમાં પણ આવા ફૂટ પેટ્રોલિંગ કે વાહન પેટ્રોલિંગ વધારી અભિયાન ચાલુ રાખે આનાથી શહેરમાં શિસ્ત જળવાઈ રહે. સાથે સાથે ફુટ પેટ્રોલિંગ દરમ્યાન સ્થાનિક નાગરિકો, દુકાનદારો અને સમાજના આગેવાનો સાથે સંવાદ કરો તેમની તકલીફો જાણો અને એમને હેરાન પરેશાન કરતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચનો આપવામાં આવ્યા છે. અને ફુટ પેટ્રોલિંગ દરમ્યાન વેપારી મિત્રો એ પોલીસ ને સહકાર આપ્યો છે તેમણે પોલીસ ની આ કામગીરી નું સ્વાગત કર્યું છે.
પોલીસ નાગરિકો ને અપીલ કરીછે કે શહેરમાં કોઈપણ આવા બેફામ બની રહેલા ગુનેગારો હોય તો અને બજાર ની અંદર કોઈ વેપારી કે નાના લારી ગ્લાલા પાસે લુખ્ખા ગિરી કે ધાક ધમકી આપી ને પોતાનો ખોપ જતાવતા હોયતો બિલકુલ કોઈ પણ ડર રાખ્યા વગર તરજ 112 નંબર ઉપર કોલ કરો અથવા નજીક ના પોલીસ સ્ટેશન માં માહિતી આપો પોલીસ સંપૂર્ણપણે આમ નાગરિકો માટે કટિબંધ છે અને લોકોને સુરક્ષા આપવાં કડી પોલીસ તૈયાર છે. કોઈ પણ ડર રાખ્યા વિના પોલીસ સ્ટેશન ખાતે માહિતી આપો અને આવા ગુનેગારો હેરાન પરેશાન કરતા હોય તો પોલીસ સ્ટેશન ખાતે માહિતી આપો પોલીસ તેમના ઉપર કરશે કડક કાર્યવાહી.

Leave a Comment

और पढ़ें