👉 કડી DYSP ડો. હાર્દિક પ્રજાપતિ અને પી. આઈ એ. એસ. રબારી ના રાજ માં ગુનેગારો ને ભાગવું મુશ્કેલ બન્યું
👉કડી પોલીસ ની સરાહનીય કામગીરી જોવા મળી ગણતરી ના કલાકો માં હત્યા નો ભેદ ઉકેલાયો
👉હત્યા ના આરોપીઓ ને પોલીસ સ્ટેશન ના પી. આઈ . એ.એસ રબારી અને ડી.સ્ટાફ પી.એસ.આઈ.આર.આર. પરમાર ની ટીમે 24 કલાક માં ઉઠાવી ને જેલ ભેગા કર્યા
કડી માં છેલ્લા કેટલાક સમયથી શહેરમાં હત્યાના બનાવો સતત વધારો થઈ રહ્યો છે પણ આ બનાવો એક ગુસ્સા માં કે લૂટ ના ઇરાદે થયેલ હત્યાઓ થઈ છે. પરતું કડી પોલીસ આવા ગંભીર હત્યા ના ગુન્હા ફક્ત ને ફક્ત 24 કલાક ની અંદર ભેદ ઉકેલી ને આરોપીઓ ને જેલ ના સળિયા પાછળ ધકેલી નાખ્યા છે.
વાત કરવામાં આવે તો કડી ના મોકાસણ ગામે બે દિવસ અગાઉ મોકાસણ ગામના રહેવાસી પ્રતાપજી ઠાકોર ગામની અંદર રહેતા પટેલ ઘનશ્યામ ઉર્ફે લાલી ના ફાર્મ હાઉસ ઉપર થી મજૂરી કામ કરી ઘર તરફ પાછા ફરી રહ્યા હતા તે દરમ્યાન આ પટેલ ઘનશ્યામ ઉર્ફે લાલી ગામમાં રહેલ ડેરી પાસે પ્રતાપજી આવતા હતા તે દરમ્યાન કોઈ પણ કારણ વગર ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને શરીર ના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમના પીઠ પાછળ પણ ધોકા ના ઘા મારવામાં આવ્યા હતા અને આ ઘનશ્યામ ઉર્ફે લાલી માર મારી નાશી ગયેલ અને ત્યાં આજુ બાજુ ના લોકો એ પરિવાર ના લોકો ને જાણ કરતા આ ઈજાગ્રસ્ત વ્યક્તિ ને સારવાર અર્થે કુંડાળ હોસ્પિટલ ખાતે લાવેલ પરંતુ તેમણે વધુ ગંભીર ઈજાઓ ને કારણે તેમને રિફર કરી અમદાવાદ, ગાંધીનગર જેવી હોસ્પિટલ માં સારવાર અપાઈ પરતું જીવ બચાવવા માટે પરિવાર ના લોકો વધુ સારવાર માટે મહેસાણા ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર ઈજાઓ ને કારણે હોસ્પિટલ માં ઈજાગ્રસ્તે દમ તોડી નાખ્યો હતો. વૃદ્ધ ના મોતના સમાચાર મળતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો.કડી પોલીસે ઘટના ની જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી આરોપી ને ઝડપી પાડવા માટે અનેક સી. સી.ટી.વી ફૂટેજ તથા હ્યુમન સોર્સિઝ ના આધારે તપાસ કરી બે આરોપીઓ ને ગણતરી ના કલાક માં ઝડપી પાડી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
કડી DYSP ડો. હાર્દિક પ્રજાપતિ તથા પી. આઇ એ. એસ. રબારી નો ગુનેગારો માટે કડક સંદેશ જોવા મળ્યો
કડી માં અનેક વાર લુખાઓ કે ગેર કાયદેસર કરતા પ્રવૃતિઓ કરતા ઈસમો, ને લાગતું હોય કે પોલીસ અમારું શું કરી લેવાની છે તો આ ફાંકા મારતા ગુનેગારો ચેતી જજો નહીં તો આ જ કડી DYSP ડો.હાર્દિક પ્રજાપતિ અને પી. આઈ એ.એસ. રબારી ના રાજ માં તમારા ક્યારે મામેરા ભરાઈ જશે એ ખ્યાલ પણ નહીં આવે અને આવા ગુનેગારો જે બેફામ બની રહ્યા છે. તેના માટે પોલીસ દ્વારા કડક સંદેશો જોવા મળી રહ્યો છે કે જો ગુન્હો કર્યો કે કાયદો હાથ માં લીધો તો તમારી ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગુનેગારો નાશી જવામાં માહિર હોવો તો આ પોલીસ સ્ટેશન ના પી. આઇ એ. એસ.રબારી ના રાજ માં ભૂલી જજો કે તમે બચી જશો પાતળા માં પણ છુપાયેલા હશો તો કડી પોલીસ તમને શોધી કાઢી ને જેલ ના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે તેમની સામે કોઈ પણ પ્રકારની લાવા દાવા ની નીતિ અપનાયા વગર પોલીસ કડક કાર્યવાહી કરશે.