
ગુજરાત ના ગ્રામીણ વિસ્તારોમાં પોતાનું ઘર ધરાવવાનું સ્વપ્ન જોતા લાખો પરિવારો માટે રાજ્ય સરકારે એક એવી યોજના પર મહોર લગાવી છે જે સીધી રીતે જમીન વિહોણા ઓ ને સ્પર્શે છે. મુખ્યમંત્રીએ માત્ર આવાસ જ નહી પરંતુ તેના માટેના પાયારૂપ પ્લોટ ની ફાળવણી માં પણ મોટા ફેરફારો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારનો ગરીબલક્ષી મહત્વનો નિર્ણય ગ્રામ્યમાં આવાસ વિહોણા પરિવારો ને મફત ઘરથાળ પ્લોટ મળશે જેમાં કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા 27 જેટલા લાભાર્થીઓ ને લાભ આપ્યો હતો. તથા સરકાર દ્ધારા અનેક યોજનાઓ નો લાભ આપતી હોય છે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાજ્ય સરકાર ની વિવિધ આવાસ યોજનાઓ ના માધ્યમથી ગુજરાતમાં લાખો પરિવારને પાકા મકાનનો લાભ મળ્યો છે. અને અનેક યોજના હેઠળ આર્થિક સહાય અને સબસિડી આપવામાં આવે છે જેથી સામાન્ય નાગરિકો પોતાનું ઘર ખરીદી કે બનાવી શકે છે.
આ તમામ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિક ને પાયાની સુવિધાઓ (વીજળી, પાણી, શૌચાલય) સાથે નું પાકું મકાન મળી રહે અને પરિવાર ને કોઈ અગ્વડતા ન રહે તેનો મુખ્ય ઉદ્દેશ છે. કડી તાલુકા માં અનેક પરિવારો ગ્રામીણ વિસ્તારમાં જે પોતાના ઘર થી વંચિત છે તેવા પરિવાર ને સરકાર મદદ માટે આગળ આવી છે ત્યારે ઘર વિહોણા કુટુંબના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા હતા અને આ મકાન બનાવવા માટે 1.70 લાખ રૂપિયાની સરકાર દ્ધારા સહાય પણ આપવામાં આવે છે જેના થી તે પરિવાર ના લોકો તે જગ્યા ઉપર મકાન બાંધી શકે અને તેમાં પરિવાર સાથે રહી શકે તે પ્રકારની તમામ સુવિધાઓ કરી આપવામાં આવતી હોય છે જેમાં કડી તાલુકા ના આદુંદરા, લક્ષ્મીપુરા, કોરડા, કોરડા ખંડ મોરવા, ઈરાણા જેવા ગામના ઘર વિહોણા પરિવાર ને લાભ મળ્યો હતો જેમાં સરકાર દ્ધારા 27 જેટલા લાભાર્થીઓ ને ઘરથાળ પ્લોટ યોજના અંતર્ગત તેમને મંજૂર કરી આપવામાં આવ્યા હતા અને તેમાંથી 22 જેટલા લોકો ને સદન આપવામાં આવ્યું હતું અને 12 જેટલા પરિવાર ને સનદ સાથે સેન્સન પણ મળ્યું હતું તેમણે પરિવાર માં પાકું ઘર બનાવવા માટે 30000/- રૂપિયાનો ચેક પણ આજે જમા કરાવવામાં આવ્યો હતો. જેથી કરી ને તે પરિવાર ના લોકો ને ઝડપથી તેમના પાકા મકાન બની શકે અને સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ કામ આગળ વધે તેમ તેમ તે પરિવાર ના લોકોને સરકાર દ્ધારા ડાયરેક પોતાના બેંક એકાઉન્ટ માં પૈસા જમા થશે અને પોતાનું મકાન 6 મહિના ની અંદર પૂર્ણ કરશે તો તે પરિવાર ના લાભાર્થી ને બિજા 20000/- હજાર રૂપિયાની સહાય વધુ મળવા પાત્ર રહેશે તેવું પણ જણાવ્યું હતું.
આ ઘરથાળ પ્લોટ સહાય યોજના કાર્યક્રમ માં કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, TDO કલ્પેશસિંહ ચાવડા, સચિન પટેલ, મયંકભાઇ પટેલ, નિરજ પટેલ, સુરેશભાઈ પરમાર, તથા લાભાર્થીઓ અને તાલુકા પંચાયત ના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.












