કડી, નંદાસણ, બાવલું પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ ભાવનાને સાર્થક કરતા અનેક અરજદારનો ગુમ થયેલા કિંમતી મોબાઈલ શોધી કાઢી પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ આજે “દેવદૂત” સાબિત થઈ છે. પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંર્તગત વર્ષોની મહેનતથી કમાણી સમાન ગુમ થયેલ મોબાઈલ મૂળ માલિકો ને પરત કરવામાં આવ્યા હતા. મૂળ માલિકો ને પોતાના મોબાઈલ પરત મળતા તેમના ચહેરા પર ખુશી લાવી દીધી છે. આ અદભૂત કામગીરી થી મોબાઈલ ના મૂળ માલિકો એ પોલીસ ની આ કામગીરી ને બિરદાવી હતી.
પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસ દ્ધારા ગુમ થયેલા કુલ 42 નંગ મોબાઈલ શોધી કાઢ્યા હતા. આ ફોન તેમના મૂળ માલિકો ને પરત કરવામાં આવ્યા છે.
નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે આ યોજાયેલ કાર્યક્રમ માં કડી, નંદાસણ, બાવલું પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થયેલા મોબાઈલ ની મળેલ અરજીઓ ના આધારે આ મોબાઈલ નું ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાબા સમયથી ગુમ થયેલા આ ફોન શોધી કાઢવામાં આવ્યા બાદ કડી ખાતે આવેલ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે એક વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં મોબાઈલ ના મૂળ માલિકો ને બોલાવી કાયદેસર ની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને તેમના ફોન પર પરત મળતા નાગરિકોએ કડી, નંદાસણ, બાવલું પોલીસ ની કામગીરી ની સરાહના કરી હતી.
અરજદારો માં ખુશીનો માહોલ જોવા મળ્યો
પોતાની મહેનત ની કમાણી થી લાવેલ મોબાઈલ ફોન પરત મળતા અરજદારો ગદગદિત થઈ ગયા હતા. એક મહિલા એ જણાવ્યું હતું કે મોબાઈલ પરત મળવાની આશા છોડી દીધી હતી પરતું પોલીસે જે રીતે જહેમત ઉઠાવીને અમારો મોબાઈલ પરત આવ્યો છે તે કાબિલે તારીફ છે. તથા અન્ય ગુમ થયેલ મોબાઈલ ના મૂળ માલિકે જણાવ્યું કે અનેક મહિના ગુમ થયા હતા મોબાઈલ ને અમે તો આશા છોડી દીધી હતી કે અમારો મોબાઈલ પરત આવશે એમ પરતું ખરેખર પોલીસ ની મહેનત રંગ લાવી અને અમારા અનેક મહિનાથી ગુમ થયેલા મોબાઈલ અમને પરત મળતા પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુમ થયેલ મોબાઈલ મૂળ માલિકો ને પરત કરાયેલ મોબાઇલ ની વિગત