👉 કડી પોલીસે ફરી એક વાર રાત્રિ દરમ્યાન કોબિંગ હાથ ધરતા ગુનેગારો રાતો રાત ગામ છોડી ને ભાગ્યા
👉 કડી DYSP ડો. હાર્દિક પ્રજાપતિ, પી. આઇ. એ. એસ. રબારી,LCB પોલીસ,પોલીસ કર્મચારીઓ કોમ્બિંગ માં જોડાયા હતા.
મહેસાણા જિલ્લાના કડી શહેર ના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા એક મોટું અને સઘન મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કડી શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદાના રક્ષકોએ આધુનિક ટેકનોલૉજી અને ચુસ્ત માનવબળના સમન્વય સાથે આ આખા ઓપરેશનને અંજામ આપ્યો હતો, જેને પગલે ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
કડી માં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા હિસ્ટ્રીશીટરો (ગુનાહિત) ઇતિહાસ ધરાવતા આરોપીઓ અને અસામાજિક તત્વોના ઘરો પર અચાનક ચેકિંગ (સરપ્રાઈઝ કોમ્બિંગ) હાથ ધરવામાં આવ્યું હતું.કડી વિસ્તારોમાં ગુનેગારો પર અંકુશ રાખવા પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓની હાજરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ચકાસણી કરાઈ હતી.
કડી શહેરમાં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ મજબૂત કરવા મોડી રાત્રે કડી પોલીસ દ્ધારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અડધી રાત્રે શરૂ થયેલા આ સઘન કોમ્બિંગ દરમ્યાન આખું પોલીસ તંત્ર હરકત માં આવ્યું હતું. અને સમગ્ર શંકાસ્પદ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી હતી.આ ઓપરેશન નો મુખ્ય ઉદ્દેશ લાબા સમયથી પોલીસ ને થાપ આપી ને નાસ્તા ફરતા ગુનેગારો પકડવા તથા કડી માં ભય મુક્ત વાતાવરણ ઉભું કરવાના સઘન પ્રકિયાના ભાગરૂપે પોલીસે એક સફળતા મેળવી હતી.
મહેસાણા જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકી ના કડક સૂચના બાદ કડી માં આવેલ નાયબ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને LCB પોલીસ, કડી, નંદાસણ, બાવલું, બેચરાજી, મોઢેરા, સાંથલ પોલીસ ની ટીમો બનાવી ને કડી ના સંવેદનશીલ વિસ્તારો બાનમાં લીધા હતા. મોડી રાત્રે જ્યારે સામાન્ય નાગરિકો ઉંઘતા હતા ત્યારે ખાખી વર્દીધારી જવાનોએ ગલીએ ગલીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
ઉચ્ચ અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ટ્રેક કરવામાં આવી રહી હતી. જેથી કોઈ પણ ગુનેગારો અંધારા નો લાભ લઈને ભાગી ન શકે આ આકસ્મિક દરોડો અને ચેકીંગ ના કારણે સ્થાનિક અસામાજિક તત્વો અને લુખ્ખા ઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ એકશન પ્લાન અંતર્ગત શંકાસ્પદ ઘરો, હોટલો અને વાહનોનું પણ બારીકાઈથી ચેકીંગ કરવામાં આવ્યું હતું.
વાહનો જપ્ત અને હજારો નો દંડ વસૂલાયો
કોમ્બિંગ ઓપરેશનની સાથે-સાથે કડીના મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર કડક વાહન ચેકિંગ એટલે કે ટ્રાફિક ઝૂંબેશ પણ ચલાવવામાં આવી હતી. આ ઝૂંબેશ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાયદેસર ની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.જ્યારે કાયદાકીય દસ્તાવેજો વિના કે ગંભીર બેદરકારી દાખવનારા વાહનોને પોલીસે ઘટનાસ્થળે જ વાહનો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
14 હિસ્ટ્રીશીટરો તથા 130 MCR ચેકિંગ અને હોટલ-ગેસ્ટહાઉસ પર ત્રાટકી પોલીસ
શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે કડી વિસ્તારના કુલ 14 જેટલા નામચીન હિસ્ટ્રીશીટરો અને 130 જેટલા એમ.સી.આર ધરાવતા ગુનેગારોના આશ્રયસ્થાનો પર જઈને રૂબરૂ ચેકિંગ કર્યું હતું. તેમની વર્તમાન પ્રવૃત્તિઓની વિગતો મેળવીને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ, કડી ટાઉન માં બહારથી આવીને રોકાતા લોકો પર નજર રાખવા માટે ત્યાં આવેલી તમામ હોટલો, હાઇવે પરના ઢાબા અને ગેસ્ટ હાઉસ ના રજીસ્ટરો ની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી, જેથી કોઈ શંકાસ્પદ કે અજાણ્યો શખ્સ આશ્રય ન મેળવી શકે. કડી પોલીસના આ આક્રમક અને આધુનિક મેગા ઓપરેશનથી સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે અને પોલીસની આ કામગીરીની સરાહના થઈ રહી છે..









