👉કડી, નંદાસણ, બાવલું ગામના મુસ્લિમ સમાજ ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
👉 શાંતિ સમિતિ ની બેઠક માં કડી પી. આઈ એ.એસ. રબારી તથા બાવલું પી. આઈ ડી. જી. બળવા હાજર રહ્યા હતા.
આગામી સમયમાં આવી રહેલ મોહરમ પર્વને લઈને શાંતિ પૂર્ણ માહોલ માં તહેવાર ની ઉજવણી માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આ સંદભે કડી ખાતે આવેલ નાયબ પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ હતી.
પોલીસ તંત્ર દ્વારા તમામ આગેવાનોને તહેવાર દરમિયાન શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સહયોગ જાળવી રાખવા અપીલ કરવામાં આવી.DYSP હાર્દિક પ્રજાપતિ દ્વારા જણાવ્યું હતું કે તાજીયા પર્વ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમણે ચેતવણી આપી કોઈપણ અસામાજિક તત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમણે સમાજના આગેવાનોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે અફવા અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અનુરોધ કર્યો.
મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી તેમણે તાજીયા પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે સમાજના લોકોને માર્ગદર્શન આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી આ બેઠક દ્વારા કડી , નંદાસણ, બાવલું માં કોમી એકતા, ભાઈચારો અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઉપસ્થિત આગેવાનોએ પોલીસ તંત્રની આ પહેલને આવકારી અને શાંતિપૂર્ણ ઉજવણી માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી.
આ બેઠક દરમિયાન શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો, તાજીયા કમિટીના સભ્યો અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા બેઠક દરમિયાન તાજીયાના જુલૂસના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.









