કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

શ્રી નિ.સે. પટેલ સંસ્કાર મંડળ સંચાલિત પી.એમ.જી. ઠાકર આદર્શ હાઇસ્કુલ કડી ખાતે શાળામાં પ્રવેશોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવ ના પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી જશભાઈ ગોસ્વામી, જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-2, અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર, કડી નગરપાલિકા તેમજ સી.આર.સી. શ્રી ગિરીશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના આચાર્ય શ્રી જીગ્નેશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રવેશોત્સવમાં ધોરણ-9માં 600થી વધુ તથા ધોરણ-11માં 400થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આમ કુલ મળીને 1000થી વધુ વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જે શાળાની વધતી લોકપ્રિયતા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેના વાલીઓના વિશ્વાસને દર્શાવે છે.

આ પ્રસંગે ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ સંસ્કૃત કક્ષાનું મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળામાં ચાલી રહેલી શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત અને વ્યક્તિત્વ વિકાસલક્ષી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી વાલીઓ અને વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. કાર્યક્રમ ઉત્સાહભર્યા અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Leave a Comment

और पढ़ें