👉 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી સેજલ ચાવડા ના વરદ હસ્તે યોજાયો
ગુજરાત રાજ્યમાં આજથી શિક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આજથી ત્રણ દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ની ૨૪મી શ્રેણીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. 23 જૂનથી 25 જૂન સુધી ચાલનારા આ મહાઅભિયાન અંતર્ગત રાજ્યની હજારો શાળાઓમાં લાખો ભૂલકાઓ પોતાના શિક્ષણ પ્રવાસના પ્રથમ પગથિયાં માંડશે.
કડી ના કરણનગર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિઓ, વાલીઓ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોની સક્રિય ભાગીદારી સાથે આ શાળા પ્રવેશોત્સવ કાર્યકમ યોજાયો હતો જેમાં રાજ્ય સ્તરીય અધિકારી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી સેજલ ચાવડા ની ઉપસ્થિતિ માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. શાળા પ્રવેશનો પ્રથમ દિવસ યાદગાર અને પ્રેરણાદાયી બને તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું .રાજ્ય સરકારને આશા છે કે આ અભિયાન શિક્ષણ પ્રત્યે લોકોમાં વધુ જાગૃતિ લાવશે અને દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
અન્ય વિકાસલક્ષી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી
પ્રવેશોત્સવ દરમિયાન શાળાઓની શૈક્ષણિક સિદ્ધિઓ, ભૌતિક સુવિધાઓ, વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સંસાધનો અને અન્ય વિકાસલક્ષી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજીને શાળાઓની જરૂરિયાતો અને પડકારો અંગે ચર્ચા કરવામાં આવી .રાજ્ય સરકારનો ઉદ્દેશ માત્ર બાળકોને પ્રવેશ અપાવવાનો જ નહીં પરંતુ શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો લાવવાનો પણ છે.
આ કાર્યકમ માં દાતાશ્રીઓ દ્વારા 70 જેટલા બાળ વાટિકા અને ધોરણ 1 ના વિધાર્થીઓ ને સ્કૂલ બેગ કીટ આપવામાં આવી તથા આંગણવાડી ના 26 બાળકો ને સ્કૂલ ગણવેશ તથા ધોરણ 9 અને 11 વિધાર્થીઓ ને શિક્ષણિક કીટ આપી ને બાળકો ને સ્કૂલ પ્રવેશોત્સવ કરાવ્યો હતો આ કાર્યક્રમ કરણનગર પ્રાથમિક સ્કૂલ ના મુખ્ય ગેટ ના દાતાશ્રી વિમળાબેન પટેલ દ્ધારા સ્કૂલ ગેટ બનાવ્યો, શેરા કંપની દ્વારા છોકરીઓ માટે સેનીટેશન બનાવ્યું, સરકાર દ્ધારા સ્કૂલ ના બાળકો માટે અવર જવર માટે 102 બાળકો ની મજૂરી આપી સ્કૂલ બસ શરૂઆત કરી બસ ની સુવિદ્યા કરવામાં આવી હતી. સાથે સાથે આ કાર્યક્રમ નું લોકાપર્ણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી સેજલ ચાવડા દ્ધારા કરવામાં આવ્યું હતું સાથે આ કાર્યક્રમ માં તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન દિલીપજી ઠાકોર, શેરા કંપની ના વાઇસ મેનેજર નિખિલભાઈ ધોબી રાજપુર જીલ્લા પંચાયત સીટ ના સદસ્ય કપિલાબેન અશ્વિનભાઈ પટેલ, દાતાશ્રીઓ,ગામના આગેવાનો, થતા સ્કૂલના આચાર્ય વડાવિયા લિનિયન તથા સ્કૂલ ના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










