ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો
👉 ઓનલાઈન ગેમની લતે ચઢેલા ઈસમે એ 13 બાઇક ની ચોરી કરેલ
ઓનલાઈન ગેમની લતે ચડેલા યુવકે ધીમે ધીમે ગેમ ની અંદર પૈસા હારી ગયો અને બાદમાં ચોરી ના રવાડે ચડી ગયો હતો. કડી પોલીસ સ્ટેશન ના પી. આઈ.એ. એસ રબારી તથા સર્વેલન્સ સ્ટાફ ના માણસો ટેકનિકલ ઇન્ટેલિજનસ તથા હ્યુમન સોર્સિઝ મારફતે તપાસ માં હતા તે દરમ્યાન પોલીસ કર્મી રણછોડભાઈ તથા પંકેશભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક યુવક પ્રગ્નેશ ઉર્ફે સચિન ઠાકોર બાઇક અલગ અલગ જગ્યાએ થી ચોરી કરી ને લાવેલ અને તે બાઈકો તે અલગ અલગ જગ્યાએ મૂકતો હતો .જેની હકીકત મળતા પોલીસ ત્યાં તપાસ કરે છે અને આ ચોરી કરેલા બાઇકો ત્યાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.સચિન પોતે ગેમ રમતા પૈસા હારી જતા તે બાઈકો ચોરી કરી ને શોખ પુરા કરવા લાગેલ હોવાનું સામે આવ્યું હતું.
જરૂરિયાત પુરી કરવા માટે બાઇકચોરી ના રવાડે ચઢ્યો
DYSP ડો. હાર્દિક પ્રજાપતિ એ જણાવ્યું હતું કે કડી પોલીસ સ્ટેશન ના કર્મચારી ને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક યુવાન બાઇક ચોરી કરી ને તે અલગ અલગ જગ્યાએ મૂકેછે અને તેના મિત્રો જે કરણનગર ખાતે ગેરેજ નો વ્યવસાય કરે છે ત્યાં આ સચિન ઠાકોર તેમને વેચાણ સારું બાઇક આપતો હતો અને આ ગેરેજ ના સંચાલકો આ બાઇક મળતા ની સાથે તેના સ્પેરપાર્ટસ અલગ અલગ કરી બીજા બાઇકમાં એસેમ્બલ કરી દેતા હતા. અને ત્યાં સ્થળ ઉપર ની જગ્યા ઉપર થી આ બાઇક ચોર સચિન ઠાકોર મળી આવતા પોલીસે ઝડપી પાડી ને વધુ તપાસ હાથ ધરતા સચિને બાઇક ચોરી કરેલ કબુલાત કરવામાં આવી હતી. આરોપી ને પૂછ પરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે તેને ગેમ રમવાની ટેવ હતી ને તે ગેમ ઓનલાઈન જ્યારે રમતો હતો ત્યારે એમાં થી પૈસા હારી જતો ત્યારે તે પૈસા ની ચૂકવણી માટે આ બાઇક ચોરી કરવા લાગેલ હતો.અને તેને સસ્તા ભાવે વહેંચી દેતો હતો.
માસ્ટર કી નો ઉપયોગ કરી અલગ અલગ જગ્યાએથી બાઇક ચોરી કરતો
મુખ્ય આરોપી પ્રગ્નેશ ઉર્ફે સચિન ઠાકોર ઓનલાઈન ગેમ રમવાનો શોખીન હતો તે ચોરી ના રવાડે ચડી ગયો અને તે માસ્ટર કી નો ઉપયોગ કરી ને જે બાઇક માં ચાવી લાગી જાય તેને ચોરી કરી ને રફુચક્કર થઈ જતો. આરોપી વધુ મોટા ભાગે સ્પ્લેન્ડર બાઇક ચોરવાનો વધુ પસંદ કરતો હતો અને તેની પાસે રહેલ માસ્ટર કી ની મદદથી બાઇકો ના લોક ખોલી નાખતો હતો અને જો લોક ખુલી જાય તો તે ચોરી કરી ને પલાયન થઈ જતો અને ચોરેલા બાઈક તે કરણનગર ખાતે ગેરેજ ચલાવતા પોતાના મિત્રો (યોગેશ અને વજેસિંહ)ને આપતો હતો.તથા કોઈને શંકા ન જાય તે માટે તેઓ ચોરાયેલા બાઈકના સ્પેર પાર્ટ્સ અલગ કરી બીજા બાઇકમાં એસેમ્બલ કરી દેતા હતા.પોલીસે તેની પાસેથી 13 જેટલા બાઇક ચોરી કરેલ કબજે કર્યા છે જેની આશરે કિંમત 4 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલ ચાર આરોપી
1.પ્રગ્નેશ ઉર્ફે સચિન ઠાકોર રહે ઉંટવા
2.સુરજસિંહ જોરૂભા સોલંકી રહે. કરણનગર
3.વજેસિંહ વિક્રમસિંહ વાધેલા રહે . કરણનગર
4.યોગેશ વિક્રમભાઇ વણઝારા રહે. કરણનગર આ ઈસમો ની પોલીસે ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.