કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત

મહેસાણા જીલ્લા ના કડી તાલુકા માં ભારે વરસાદ ને કારણે ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યાઓ જોવા મળી હતી અને કરણનગર રહેણાંક વિસ્તારોમાં ઘર માં પાણી ફરી વળ્યા હતા જેને લીધે સામાન્ય નાગરિક નું જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જેને લઈને મહેસાણા જિલ્લાના કલેકટર તાબડતોડ કડી ની પરિસ્થિતિ જાણવા માટે આવી પહોંચ્યા હતા. અને કડી નગરપાલિકા ના પદા અધિકારીઓ થતા અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કડી નગરપાલિકા ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલ તથા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ગજ્જર તેમની ટીમ સાથે કડી માં ભરાઈ રહેલા પાણી નો નિકાલ માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને સાથે સાથે હેવી મોટર પંપ લગાવી ને અંડર બ્રિજ ભરાઈ રહેલ પાણી નો નિકાલ કરી ઝડપથી તમામ અંડર બ્રિજ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જીલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ આજ રોજ સાંજ ના સમયે કડી ની મુલાકાત લીધી હતી. કલેક્ટર એ અધિકારીઓ અને પદા અધિકારીઓ સાથે વાત ચીત કરી વરસાદ ની પરિસ્થિતિ ની સમીક્ષા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી ને લઈને પણ તમામ અધિકારીઓ થતા પદા અધિકારીઓ ને એલર્ટ મોડ માં રહેવા સૂચના આપી હતી અને ગામડા ના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જાય તો તરત ત્યાં પહોંચી ને તેનું યોગ્ય નિરાકરણ આવે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

મહેસાણા જીલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ એ કડી ના સ્થાનિક સતાધીશો , મામલતદાર સમર્થભાઈ બ્રહ્મભટ્ટ,TDO કલ્પેશસિંહ ચાવડા, સાથે તકેદારી ના ભાગ રૂપે ચર્ચાઓ કરવામાં આવી હતી.જીલ્લા કલેક્ટર એસ.કે પ્રજાપતિ કડી પોલીસ સ્ટેશન ની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલ કામગીરી થતા જેલ ની મુલાકાત લઈ પી. એસ. આઇ પરમાર સાથે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે સાથે કડી ના અન્ય ગામનો ની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો સ્થાનિક અધિકારીઓ ને આપ્યા હતા.

Leave a Comment

और पढ़ें