કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા

👉 કુખ્યાત ગેંગો ચેતી જજો નહીં તો પોલીસે ગુનેગારો માટે ઉઠાવ્યું “બ્રહ્માસ્ત્ર” 
👉 રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, DYSP ડો હાર્દિક પ્રજાપતિ એ બે ઈસમો ઉપર કાયદાનો સંકોજો કસાયો
મહેસાણા જિલ્લામાં આર્થિક ગુનાઓ ઉપર અસરકારક નિયંત્રણ અને સંગઠીત ગુનાહિત પ્રવૃતિ કરતી ટોળકીની શાન ઠેકાણે લાવવા મહેસાણા જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ની મોટી કાર્યવાહી જોવા મળી.
કડી માં અનેક લુખાઓ પોતાની જાત ને દાદા કે ભાઈ માની ને શહેર માં આતંક મચાવતા હોય છે પરતું જ્યારે તે દાદા કે ભાઈ જ્યારે પોલીસ ની ઝપેટે ચડે છે ત્યારે તે દાદા કે ભાઈ પોલીસ ની સામે હાથ જોડી ને કહેતા હોય છે કે સાહેબ અમે કોઈ દાદા કે ભાઈ નથી અમને છોડી દો ત્યારે આવા કડી માં અનેક લુખાઓ જે શહેર માં બેફામ રીતે ગેંગ ઉભી કરી ને ખુન, ખંડણી, જાનથી મારી નાખવાની ધમકી કે પછી ગંભીર ગુન્હાઓ ને અંજામ આપતી ટોળકી ઓ ની હવે ખેર નથી કારણે કે હવે કડી પોલીસે ઉદાહરણ રૂપ દાખલો બેસાડ્યો છે. આવા ગુનેગારો ને કે લૂખાઓ ને સીધા કરવા માટે કડી પોલીસે આખરે બ્રહ્માસ્ત્ર ઉગામ્યું છે. દારુની હેરાફેરી, હથિયાર રાખવા, હુમલો કરવા જેવા ગુનાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ગુનેગારોને જાણે કાયદાનો ડર ન હોય તેમ બેફામ ગુનો આચરતા હોય છે. તેવા આરોપીઓ સામે પોલીસે ખૂબ જ સખ્તીથી કાર્યવાહી કરી છે.
મહેસાણા LCB પોલીસ પી. આઈ. એ.એમ. કામળીયા દ્ધારા અલગ અલગ ટીમો બનાવી જીલ્લા ની અંદર ગુન્હા આચરતી ગેંગો ઉપર સત્તત નજર રાખવામાં આવી હતી જેને લઇને મહેસાણા જીલ્લા ના કડી તાલુકા ના ઈરાણા ગામ રહેતો જયેશ રબારી જે પોતે ગેંગો ઉભી કરી ને ગુનાહિત પ્રવૃતિઓ ને અંજામ આપી રહ્યો હતો.તથા ગુન્હાહિત ટોળકી બનાવીને મહેસાણા જીલ્લા તથા અમદાવાદ જિલ્લા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં છેલ્લા 10 વર્ષ માં ખુન, ખંડણી, વ્યાજખોરી, બળજબરી પૂર્વક કઢાવી લેવું, જાન થી મારી નાખવાની ધમકી જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓ આયોજન રીતે આચરેલા ગુન્હાઓ ના કારણે સમાજમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જવવાની દહેશત ઉભી થયેલ જેથી આ જયેશ રબારી ની ગેંગ દ્ધારા જીલ્લા માં આચરવામાં આવેલ અનેક ગુન્હાઓ ઉપર અસરકારક અંકુશ લાવવા માટે તથા સંગઠિત ગુન્હાહિત પ્રવૃતિઓ નાથવાના હેતુસર આ ટોળકીઓ 2 ઈસમો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરી કડી પોલીસે આવા અન્ય ગુન્હાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલી કે આવા જે લુખ્ખાઓ ટોળકી ઉભી કરી ને શહેરની અંદર પોતાની ધાક જમાવવા માટે અલગ અલગ પ્રકારના જે ગુન્હા આચરી શહેરની અંદર ભય ફેલાવતા તત્વો સામે કડી પોલીસ ની આકરી કાર્યવાહી સામે આવી છે.
કડી ના ઈરાણા ગામનો વતની જયેશ રબારી એક ગેંગ ઉભી કરી ને શહેરની અંદર ભય ફેલાવતો હતો તથા અન્ય ધમકીઓ માટે પોતાની પાસે રહેલ પિસ્તોલ નો ઉપયોગ કરી ને એક ફરીયાદી પાસેથી ત્રણ કરોડ રૂપિયા પડાવી લીધા હતા સાથે સાથે તેની પાસે રહેલ પાસપોર્ટ પણ ઝૂંટવી લીધો હતો આવા ગંભીર ગુન્હાઓ ને અંજામ આપતો હતો અને પોતે ભાઈ છે તેમ લોકો ને ડરાવતો હતો અને તેની સાથે રહેલ કડી મણિપુર વિસ્તારમાં આવેલ મોટામાઢ રહેતો દેવા કમાભાઈ રબારી પણ આ જયેશ રબારી ની સાથે રહી ને ગુન્હા આચરતો હતો જેને કડી પોલીસે ઝડપી પાડી ને રિમાન્ડ મંજૂર કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કડી માં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અંકુશમાં રહે તેમજ શહેરમાં સંગઠીત ગુના આચરતી ટોળકીની ગુનાહિત પ્રવૃતિઓ અટકે તેવા હેતુસર તથા ગુન્હેગાર ઇસમો ઉપર કડક કાર્યવાહી કરતા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એંન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ –૨૦૧૫ હેઠળ કડી ના બે કુખ્યાત ગુનેગારો સામે કાર્યવાહી કરતા એક ઇસમને ઝડપી પાડી તેમજ મુખ્ય સૂત્રધાર જેલ ખાતે જ્યુડીશીયલ કસ્ટડીમાં હોય તેઓનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજસીટોક થયેલ બે ઈસમો ના નામ 

1. રબારી જયેશ છગનભાઈ રહે. ઇરાણા 

2. રબારી દેવા કમાભાઈ રહે. કડી 

ગુજસીટોક એક્ટ શું છે.

ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ એકટ એટલે કે ગુજસીટોક કાયદો ગેંગ બનાવી લોકોને રંજાડતા તેમજ આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા લોકો સહિતના લોકો માટે બનાવાયેલો કાયદો છે. આ કાયદા અંતર્ગત પકડાયેલા આરોપીઓને પાંચ વર્ષની કેદથી માંડી આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈ છે. સામાન્ય કેસમાં 90 દિવસમાં ચાર્જશીટ કરવી પડે છે. જ્યારે આ એકટ મુજબના ગુનામાં છ મહિના સુધી ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી શકાય છે. આ એકટ મુજબ એસપી કક્ષાના અધિકારી સમક્ષ લેવાયેલી જુબાની સીઆરપીસી 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાયેલા નિવેદનની સમકક્ષ ગણાય છે.

Leave a Comment

और पढ़ें