અમૃત વિદ્યા સંસ્કાર મંડળ, શ્રી ડાહ્યાભાઈ પટેલ વિદ્યા સંકુલ, આદર્શ વિદ્યાલય ખાતે શાળામાં વંદેમાતરમ સામૂહિક ગાયન નું ગાન કરવામાં આવ્યું હતું

વંદે માતરમ્ ગાનને “150” વર્ષ પૂર્ણ થયાની ઉજવણી બાબતે વંદે માતરમ સામૂહિક ગાયન

અમૃત વિદ્યા સંસ્કાર મંડળ, શ્રી ડાહ્યાભાઈ પટેલ વિદ્યા સંકુલ, આદર્શ વિદ્યાલય ખાતે શાળામાં વંદેમાતરમ સામૂહિક ગાયન નું ગાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં આશરે 2040 જેટલી સંખ્યાએ ભાગ લઈને મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.

આ ભવ્ય કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચર્યો, સેવિકા ભાઈઓ તથા બહેનો, મારા વ્હાલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાં એક સાથે એક જ સમયે વંદેમાતરમ ગાન કરવામાં આવ્યું હતું.

વધુમાં શાળાના મંત્રી શ્રી હિમાંશુભાઈ ખમાર સાહેબે આ પ્રસંગે બાળકોને રાષ્ટ્ર પ્રેમ તથા દેશ ને સાચવવા ના સંકલ્પ સાથે પોતાની વાણી ને વિરામ આપ્યો હતો. શાળાના સહમંત્રી શ્રી ભરતભાઈ પટેલે પણ બાળકોને તેમની ફરજો તથા દેશપ્રેમ સાથે જોડાઈને રહે તથા દેશભક્તિ ને લગતું પ્રવચન આપ્યું હતું. દેશ પ્રત્યેની ફરજો દરેક બાળકો ને સમજાવી અને દેશને આર્થિક રીતે સશક્ત બનાવો તે પણ સમજાવ્યું

જૈમિન સથવારા – કડી 

 

Leave a Comment

और पढ़ें