કડીમાં ટાઉન હોલ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો

કડી શહેરના ટાઉન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લોકોને સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. લાભાર્થીઓ દ્વારા પોતાની જરૂરિયાત મુજબના પ્રશ્નો અને અરજીઓ રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમની ખાસિયત એ રહી હતી કે અનેક લાભાર્થીઓની અરજીઓ અને કામગીરીનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. જેના કારણે લાભાર્થીઓને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ખાવાની મુશ્કેલીમાંથી રાહત મળી હતી. સ્થળ પર જ કામગીરી પૂર્ણ થતાં લાભાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
સેવા સેતુ જેવા કાર્યક્રમોના માધ્યમથી સરકારની સેવાઓ લોકો સુધી સીધી પહોંચે છે અને નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સેવાઓનો લાભ મળી રહે છે. કડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ સેવા સેતુ કાર્યક્રમ માં નગરપાલિકા ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલ, પ્રમુખ રાજુભાઈ ગજ્જર, કોર્પોરેટર ધર્મેન્દ્ર પટેલ, પીન્ટુભાઈ પટેલ, તુષાર ભટ્ટ, મહામંત્રી બીપીન પટેલ,અને સરકારી વિભાગ ના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જૈમિન સથવારા – કડી 

Leave a Comment

और पढ़ें