
રાજ્યભરમાં ૨૫ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત ડરણ-૧ ખાતે પણ બાળકો અને વાલીઓને જોડીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના બાળકો સાથે શૈક્ષણિક તેમજ રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે પોષણક્ષમ આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે જ બાળકોને ફ્રૂટ તથા સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આંગણવાડી કેન્દ્રો બાળકોના પ્રારંભિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યારે બાળકોને યોગ્ય પોષણ, આરોગ્યપ્રદ વાતાવરણ અને શિક્ષણ સાથે જોડવાની દિશામાં આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે બાળકોના આરોગ્ય અને પોષણ માટે સતત કામગીરી કરતી આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આશા વર્કર બહેનોની નિષ્ઠાપૂર્ણ સેવાને બિરદાવવામાં આવી હતી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમની સેવાઓને પ્રોત્સાહિત કરી બાળકો અને માતાઓ સુધી પોષણ તથા આરોગ્યલક્ષી સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે તે માટે ભાર મૂકવામાં આવ્યો હતો.
‘આંગણ મિલન સેવા’ના માધ્યમથી બાળકો, વાલીઓ, આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓ વચ્ચે સંવાદ અને સહભાગિતાને પ્રોત્સાહન મળી રહ્યું છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણને કેન્દ્રમાં રાખી યોજાયેલા આવા કાર્યક્રમો સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ બની રહ્યા છે.આ કાર્યક્રમ માં આંગણવાડી કાર્યકર પટેલ રશ્મિકા, હેલ્પર ઠાકોર હંસાબેન મુખ્ય મહેમાન નું નામ ખેરાલુ થી P.S.F. મેડમ પટેલ રોશનીબેન, ગુજરાતી સ્કૂલના આચાર્ય પટેલ પ્રતિબેન, હાઈસ્કુલ ના શિક્ષક પટેલ રશ્મિન,FHW મેડમ ચૌધરી જિગીષાબેન, આશા વર્કર ઠાકોર સોનલ સહિત ગામના વડીલો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
જૈમિન સથવારા – કડી















