મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે મહેસાણા SOG દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ SOG ની ટીમે લાઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા-ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
SOG મહેસાણાની ટીમ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ATS ચાર્ટર સંબંધિત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ યોગેશકુમાર નારણભાઈ અને જયેશકુમાર લવજીભાઈને બાતમી મળી હતી કે લાઘણજ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુન્હામાં ત્રણ નાસતા-ફરતા આરોપીઓ મેઢવ ગામ નજીક આવેલી હોટલ અલખ કાઠિયાવાડી ખાતે હાજર છે.
બાતમીના આધારે SOG ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્રણેય આરોપીઓ હાજર મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે લાઘણજ પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ
1. ઠાકોર રાજુજી કાંતીજી, રહે. લીંચ
2. ઠાકોર કિરણજી બાબુજી રહે. ભાકડીયા,
3. ઠાકોર રાકેશજી કનુજી, રહે. હેડુવા હનુમંત, તા.જી. મહેસાણા
આ કાર્યવાહી SOG મહેસાણાના PI યોગરાજસિંહ પરમાર ના માર્ગદર્શન હેઠળ PSI એમ.ડી. ડાભી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.લાઘણજ પોલીસ સ્ટેશનના ગુનામાં ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ નોંધાયેલા ગુનામાં આ આરોપીઓ નાસતા ફરતા હતા. પોલીસ દ્વારા ત્રણેયને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.