કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

મહેસાણા સાયબર ગઠીયા સામે પોલીસ ની લાલ આંખ:- 19 લાખ ના સાયબર ફોર્ડ કરનાર ઇસમ ને ઝડપી પાડ્યો

રાજ્યમાં સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ટેક્નોલોજીનાં યુગમાં સાઇબર ગઠીયાઓ નાગરિકોને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી ડરાવી-ધમકાવી રૂપિયા ખંખેરી રહ્યા છે. ત્યારે સતત વધી રહેલા સાઇબર ક્રાઇમને અટકાવવા માટે રાજ્યમાં સાયબર ક્રાઇમ પોલીસ ની મહત્વ ની ભૂમિકા હોય છે. જેમાં સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓ ને પોલીસ કડક કાર્યવાહી કરતા જોવા મળી રહી છે.

મહેસાણા ગઠીયાએ ભારતના અલગ અલગ રાજ્યમાં રહેતા લોકો પાસેથી ક્રેડિટ કાર્ડ સેટલમેન્ટ લોન થતા જરૂરિયાત મંદ લોકોને લોન અપાવવાની વાતો કરી તેમની પાસેથી અલગ અલગ ચાર્જ વસૂલી કર્યા તથા જી.એસ. ટી.ના નામે છેતરપિંડી કરેલ આ ઇસમ મ્યુલ એકાઉન્ટ થી કામગીરી ઋષભ મુકેશભાઈ પટવા રહે. એરોડ્રામ રોડ મહેસાણાઅલગ અલગ 11 બેંકોમાં કુલ ૧૨ ખાતા મળી આવેલ જે ખાતાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતા આ ઇસમ ના ખાતાઓમાં કુલ ૧૫ સાયબર ક્રાઈમ લખત ફરિયાદો ભારતના અલગ અલગ રાજ્યમાંથી મળી આવેલ અને ફરિયાદાનો 14,11,102/- સાયબર ફોર્ડ ના મેળવેલ જાણવા મળેલ અને કુલ 6 જેટલા સાયરબ ક્રાઇમ ની ફરિયાદો હાલ આરોપી ના નામ જોગ તથા મોબાઈલ નંબર ઉપર જાણવા મળેલ છે.

આ ઇસમ દ્ધારા અલગ અલગ લોકો સાથે ક્રેડિટ કાર્ડ અને લોન સંબંધિત ફોર્ડ કરી પોતાના બેંક ખાતામાં કુલ 19,00,000/- (ઓગણી લાખ) રૂપિયાનું ફોર્ડ કરેલ તપાસ માં જાણવા મળ્યું.ઋષભ પટવા કુલ 05 મોબાઈલ નંબરો નો ઉપયોગ કરતો હતો અને કુલ 12 બેંક ખાતાઓ સિવાય અન્ય 05 બેંક ખાતાઓ નો પણ ઉપયોગ કરતો હોવાની વિગતો પોલીસ તપાસ માં બહાર આવી હતી.

આ ઇસમ જોડે થી પોતાની પાસે કુલ 77,52,557/- લાખ રૂપિયાનું સાયબર ક્રાઇમ ફોર્ડ થયેલ હોવાની ફરિયાદ કરેલ જે બાબતે મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના પી.આઈ વાય.એ. પરમાર એ વધુ તપાસ કરતા ફરિયાદી પોતે 2023 થી આજ દિન સુધી કરેલ ટ્રાન્જેક્શન ની રકમ રિફંડ મેળવવાના ઇરાદે કરેલ હોવાની વિગતો જાણવા મળેલ છે.

આરોપી ને જાણ હતી કે NCCRP ફરિયાદ કરવામાં આવશે તો સદર ફરિયાદ માં ઉલ્લેખ કરેલ તમામ નાણાંની રકમ ફ્રીજ થાય છે અને બાદમાં અમારી સાથે થયા હોવાનું જણાવી કોર્ટ ઓર્ડર કરાવી સદર રકમ પોતાના બેંક ખાતામાં પરત આવી જશે તેમ જ આરોપી દ્વારા આજદિન સુધી NCCRP ફરિયાદ કરવા સારું તમામ ફરિયાદમાં અલગ અલગ મોબાઈલ નંબરોની ફરિયાદ નોંધાવી છે.જેથી કરીને કોઈના ફરિયાદીના સાતત્યતા બાબતે કોઈ શક કે વહેમ ન જાય આમ તેઓએ ભારત સરકારની નેશનલ હેલ્પલાઇન નંબર 1930 નો દુરુપયોગ કરે છે. તેથી મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

જૈમિન સથવારા – કડી

Leave a Comment

और पढ़ें