
👉રાજ્યમાં ગાયોની ગણતરી કરવા, ગૌ હત્યા થતા રસ્તે રખડતા ગૌવંશ માટે યોગ્ય વ્યવસ્થા કરવા મામલતદારને રજૂઆત
કડી મામલતદાર કચેરી ખાતે ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.જેમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા નો દરજજો આપવા અંગે રજૂઆત કરાઇ છે.
ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન દ્વારા આપેલ આવેદન પત્રમાં જણાવ્યુ છે કે, ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજજો આપવામાં આવે તે અંગે ઘણી જગ્યાએ ઉગ્ર માંગ ઉઠી છે.ત્યારે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારને વિનંતી કે જો ભાવનગરના સ્વ.કૃષ્ણકુમારસિંહજી બ્રાઝિલને એક નંદી ભેટ આપે અને બ્રાઝિલની ઇકોનોમિક બદલી જતી હોય તો આપણે દેશ ગૌમાતા થી ઘણો બધો આર્થિક,આરોગ્ય વગેરેમાં સમૃધ્ધ બની શકે છે.અને એટલે જ પ્રાચીન કાળથી ગૌમાતા ને માતા કહેવામાં આવે છે.
આ ઉપરાંત કેટલીક માંગ કરવામાં આવી છે જેમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજજો આપવામાં આવે, સમગ્ર ગુજરાત તથા ભારતમાં ગૌહત્યા સંપૂર્ણ બંધ કરવામાં આવે, ગૌચર જમીન પર ના ગેરકાનુની દબાણો દુર કરવામાં આવે, સમગ્ર રાજય તથા ભારતના ગૌમાતાની વસ્તી ગણતરી કરવામાં આવે, ગૌમાતા માટે સરકારી યોજનાઓ છે તે સંપૂર્ણ ભ્રષ્ટાચાર મૂક્ત બને અને લોકો સુધી વધુ લાભ પહોચાડવામાં આવે, તેમજ રસ્તે રખડતા ગૌવંશ ની કોઇ વ્યવસ્થાઓ કરવામાં આવે, વધુમાં આવેદપત્રમાં જણાવ્યુ છે કે ઉપર મૂજબની માંગ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, જો માંગ પૂર્ણ કરવામાં નહી આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિન્ધયા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
ગુજરાત તથા દેશના અન્ય બીજા પ્રદેશોમાં અમારી સમસ્ત સનાતની હિન્દુઓની પૂજનીય ગૌમાતાની દુર્દશા અને બદહાલી સાથે નિર્મમ હત્યા થઈ રહી છે, તેવી દુર્દશાને જોઈને આખો સંત સમાજ અને વિશ્વના સનાતની હિન્દુઓ અત્યંત વ્યથિત છે. રાજ્ય સરકાર પાસે મારી બધાની સાધુ સંતો સાથે આખા વિશ્વના સનાતની હિન્દુઓની વિનંતી સાથે લાગણી અને માગણી છે કે ગુજરાતમાં ગૌમાતાને તત્કાલ રાજ્ય માતા ઘોષિત કરીને સન્માન આપવામાં આવે. કેન્દ્ર સરકાર પાસે અમારી બધાની સાધુ સંતો સાથે આખા વિશ્વના સનાતની હિન્દુઓની પ્રાર્થના સાથે લાગણી અને માગણી છે કે ભારત દેશમાં ગૌમાતાને તત્કાલ રાષ્ટ્રમાતા ઘોષિત કરીને સન્માન આપવામાં આવે.”
કડી માં ગૌમાતાને રાજ્યમાતાનો રેલી યોજીને મામલતદાર સમર્થ બ્રહ્મભટ્ટ ને આવેદનપત્ર આપ્યું થતા સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી. ગૌશાળાના સંચાલકો, પાંજરાપોળના સંચાલકો, જૈન સંગઠનો, સાધુ સંતો સહિત ગૌસેવા ક્ષેત્રે કામ કરી રહેલા દેશના જાબાજ ગૌરક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.











