કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

કડી માં વૃક્ષ છેદન ધારો શોભાના ગાંઠિયા સમાન બની ગયો છેઃ કાપવાની મંજૂરી લેવાની ઝંઝટમાં કોણ પડે?

 

ગેરકાયદે વૃક્ષોની કાપણી કરીને કરી રહ્યા છે કાળો કારોબાર આ માફિયાઓ બેખોફ લીલાછમ વૃક્ષોના નિકંદનની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે, સાથે સાથે નાના વૃક્ષો ને સળગાવી ખાખ કરી દેવામાં આવે છે.જેમાં ક્યાંક ને ક્યાંક વનવિભાગ, લાટીઓવાળા અને વૃક્ષો કાપનાર માફીયાઓની મિલીભગત હોવાના સંકેત છે.

કડી શહેર ના ફરતે નર્મદા નિગમ હસ્તકની અનેક જમીનો આવેલ છે જેમાં મોટા પ્રમાણ માં વર્ષો જૂના વૃક્ષો આવેલ છે સાથે સાથે આ પડી રહેલ જમીનો માંથી રાત્રિ દરમ્યાન બેફામ રીતે ખનન થઈ રહ્યું છે.છતાં પણ તંત્ર આવા તત્વો સામે કેમ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તે મોટો એક સવાલ ઉઠ્યો છે.કડી થી બહુચરાજી અને દેત્રોજ તરફ જતી મુખ્ય કેનાલ પર હાલમાં સર્જાયેલી પર્યાવરણીય પરિસ્થિતિ અંગે પ્રકૃતિ પ્રેમીઓ અને જાગૃત નાગરિકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારમાં કુદરતી સંપત્તિનું જતન થાય અને સરકારી જમીન સુરક્ષિત રહે તે માટે તંત્ર દ્વારા ત્વરિત અને અસરકારક કામગીરી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

છેલ્લા કેટલાક દિવસોથી કેનાલના કાંઠા વિસ્તારમાં અસહ્ય ગરમીની વચ્ચે વૃક્ષો સળગવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની રહી છે. આ આગને કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે અને અસંખ્ય પક્ષીઓ તેમજ જીવજંતુઓના કુદરતી આવાસો નાશ પામી રહ્યા છે. જાગૃત નાગરિકોનું માનવું છે કે, આ પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક તત્વો દ્વારા કેનાલની અનામત જમીન પર માટી-ખનન અને ગેરકાયદે બાંધકામો કરીને દબાણ ઊભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

આ ગંભીર બાબતે પ્રકૃતિ પ્રેમીઓએ આશા વ્યક્ત કરી છે કે, નર્મદા નિગમનો કડી વિભાગ અને વન વિભાગના નિષ્ઠાવાન અધિકારીઓ આ મામલે અંગત રસ લઈ કડક દેખરેખ રાખશે. તંત્ર દ્વારા જો આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ વધારવામાં આવે અને દબાણ પ્રવૃત્તિઓ સામે કાયદાકીય લાલ આંખ કરવામાં આવે, તો જ રાજ્યની આ અમૂલ્ય સંપત્તિ અને હરિયાળીને બચાવી શકાશે.

વિસ્તારના જાગૃત નાગરિકો વહીવટી તંત્રને સહકાર આપવા તત્પર છે અને એવી અપેક્ષા રાખે છે.

૧. કેનાલના કાંઠે થતા વૃક્ષોના નિકંદનને તાત્કાલિક અટકાવવામાં આવે.

૨. સરકારી જમીન પર થઈ રહેલા અનધિકૃત ખનન અને ફાર્મ હાઉસ જેવા બાંધકામોની ઝીણવટભરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

૩. પર્યાવરણની જાળવણી માટે વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે સુદ્રઢ સંકલન સ્થપાય.

અનેક અધિકારીઓની મિલી ભગત હોવાની સંભાવના

કડી માં બેફામ વધી રહેલા વૃક્ષ છેદન થઈ રહ્યા છે તેમ છતાં આ માફિયાઓ બેખોફ લીલાછમ વૃક્ષોના નિકંદનની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. સાથે સાથે તેમની સાથે નાના વૃક્ષો ને સળગાવી ને ખાખ કરી નાખવામાં આવે છે.આમાં ક્યાંક ને ક્યાંક વનવિભાગ મહેસુલ, લાટીઓવાળા અને વૃક્ષો કાપનાર માફીયાઓ સાથે મિલીભગત હોવાના સંકેત છે.હાલ જિલ્લા કલેકટર, જિલ્લા વન અધિકારી અને પર્યાવરણ મંત્રાલય ને જાગૃત નાગરિકો દ્ધારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. અને આ થઈ રહેલ પ્રવૃતિ સામે તાત્કાલિક ધોરણે પગલાં લઇ પર્યાવરણ બચાવી લેવા અને ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે. તેમ જ લોકોને જાગૃત બની વૃક્ષો બચાવી ભાવિ પેઢીને સલામત ધરતીમાતા આપવા આહવાન કરવામાં આવ્યુ હતુ.

કડી-દેત્રોજ મુખ્ય કેનાલ પર પર્યાવરણીય સંકટ: વૃક્ષોને બચાવવા અને સરકારી સંપત્તિ પરના દબાણો રોકવા જાગૃત નાગરિકોએ વહીવટી તંત્રને કરી રજૂઆત
👉 વૃક્ષો કાપવા સામે કાનૂની પ્રતિબંધ હોવા છતાં લોકો તેને કેમ ગણકારતા નથી?

Leave a Comment

और पढ़ें