કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

આરટીઆઈ માં સરકારી જમીન દબાવી હોવાના ખુલાસા બાદ પણ તંત્રના લાંચિયા અધિકારીઓ ચૂપ

અમદાવાદના મોટા ગજાના બિલ્ડર સામે તંત્ર લાચાર બન્યું 
કડીના લક્ષ્મણપુરામા કલરવ સીઝન્સ નામની સ્કીમ માં સરકારી સર્વે નંબર 690 દબાવી દીધો 
કડીના લક્ષ્મણપુરા ગામે કલરવ સીઝન્સ નામની સ્કીમમાં સરકારી સર્વે નંબર 690 દબાવ્યાનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈમાં સરકારી જમીન દબાવી હોવાનો ખુલાસો થયા બાદ પણ તંત્રના લાંચિયા અધિકારીઓ મોટા ગજાના બિલ્ડર સામે લાચાર કેમ ? તે સવાલ ઉઠ્યો છે.
કરીના લક્ષ્મણપુરા ગામે તૈયાર થયેલી કલરવ સીઝન્સ નામની સરકારી સર્વે નંબર 690 દબાવી દીધો હોવાની જાગૃત નાગરિક દ્વારા કરાયેલી આરટીઆઇમાં ખુલાસો થયા બાદ પણ તંત્ર કોઈ કાર્યવાહી કરતું ન હોવાનો કચવાટ ઉભો થયો છે. અમદાવાદના મોટા ગજાના બિલ્ડર દ્વારા સરકારી જમીન દબાવી હોવાની સ્થાનિકથી લઈને જિલ્લા કલેકટર સુધી કરાયેલી રજૂઆત છતાં લાંચિયા અધિકારીઓના કાન મરડવામાં તંત્રને તાવ આવી રહ્યો છે. જાણવા મળ્યા મુજબ સર્વે નંબર 690 માં સરકારી ખરાબ અને તલાવડી ચાલે છે જે બિલ્ડર દ્વારા દબાવવામાં આવી છે. આ વિવાદશ પર બિલ્ડરે સર્વે નંબર 707 માં જવા માટે સર્વે નંબર 690 વાળી સરકારી જમીન ઉપર બ્લોક પાથરી કબ્જો જમાવી દીધો છે. કહેવાય છે કે આજ બિલ્ડરને અગાઉ સરકારી પડતર જમીન અન્ય જમીન લઈને આપી દેવાઇ હતી. આરટીઆઈ માં સરકારી જમીન દબાવી હોવાનો ખુલાસો છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું ન હોવાથી અરજદાર સુરેશભાઈ પટેલે ફરી એકવાર કડી મામલતદાર કચેરીના દ્વાર ખખડાવ્યા છે.
 સરકારી જમીન દબાવનાર સામે કાર્યવાહી કેમ નહીં ?
સમગ્ર પ્રકરણને ઉજાગર કરનાર ડરણ ગામના સુરેશભાઈ બચુભાઈ પટેલે તંત્રને સવાલ કર્યો છે કે, તમામ પુરાવા આપવા છતાં સરકારી જમીન દબાવનાર બિલ્ડર સામે કાર્યવાહી કેમ નહીં ? તેમને લેખિત રજૂઆતમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, સર્વે નંબર 690 જે હાલમાં રેકોર્ડ ઉપર સરકારી પડતર, ખરાબો, તલાવડી સદરે ચાલે છે તેમાં આ ડેવલોપસૅ દ્વારા પથ્થરના બ્લોક લગાવી સર્વે નંબર 707 માં જવા માટે રસ્તો બનાવેલ છે અને બે થી ત્રણ ફૂટની દિવાલ બનાવી સ્વહિત માટે બગીચો બનાવેલ છે તેમજ સર્વે નંબર 690 ની જમીન તેઓ દ્વારા તેમની સ્કીમમાં ભેળવી દીધેલ છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. આ સમગ્ર મામલો અરજદાર મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી લઈ જવાની તૈયારી કરી રહ્યા છે.
 ગામના તલાટીએ પણ કર્યું લેખિત 
લક્ષ્મણપુરા ગ્રામ પંચાયતના તલાટીએ સુરેશભાઈ બચુભાઈ પટેલને આરટીઆઇ અંતર્ગત માંગેલી માહિતીનો ચોખ્ખો કહી શકાય તેવો લેખિતમાં હિસાબ આપ્યો હતો. જેમાં તેમને સ્પષ્ટ કર્યું હતું કે 690 જે હાલમાં રેકોર્ડ ઉપર સરકારી પડતર,ખરાબો અને તલાવડી સદરે ચાલે છે તેમાં કલરવ સીઝન્સ નામની સ્કીમના ડેવલોપર્સ દ્વારા પથ્થરના બ્લોગ લગાવી સર્વે નંબર 707 માં જવા માટે રસ્તો બનાવેલો છે અને બે થી ત્રણ ફૂટની દિવાલ બનાવી સ્વહિત માટે બગીચો બનાવેલ છે અને સર્વે નંબર 690 ની જમીન તેમને તેમની સ્કીમમાં ભેળવી દીધી છે. આ બાબતે તેમને મામલતદારને પણ લેખિત કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Comment

और पढ़ें