👉LCB પી. આઈ કામળીયા કામણગારા નીકળ્યા, સ્થાનિક પોલીસ ને ગંધ પણ ના આવવા દીધી
👉 સ્થાનિક પોલીસ ના બીટ જમાદાર આ પ્રવૃતિ થી જાણ કે અજાણ હતા તે મોટો સવાલ
👉SMC દરોડો પાડે તો સસ્પેન્ડ થવાયા LCB ના દરોડામાં જીલ્લા વડા હિમાંશુ સોલંકી કોના ભરશે મામેરા કે પછી વ્યાખ્યા બદલાઈ જશે?
હવે તો હદ થઈ ગઈ! ગુજરાત માં દારૂ બંધી ની વાર્તાઓ બહુ સાંભળી હશે પણ ગુજરાત માં જ દારૂ નકલી બનાવાતી ફેક્ટરીઓ કેટલી આવી હશે. મહેસાણા જિલ્લા LCB પી. એસ. આઈ કાંકરેજા એ તો કડી ના બુડાસણ ગામે થી રહેણાક મકાન માંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી નો કૌભાંડ ઝડપી પાડ્યું છે. બુટલેગર ઠાકોર વિજયજી બચુજી પોતાના જ ઘરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી બનાવી લીધી અને માંગો એટલો દારૂ મળે તે સૂત્ર ને સાર્થક કરી નાખ્યું હતું.
બુડાસણ ગામે રહેણાંક મકાનના ઉપરના માળે ચાલતી આ ફેક્ટરીમાંથી મોટી માત્રામાં નકલી દારૂ, ઇથેનોલ કેમિકલ અને બ્રાન્ડેડ કંપનીના નકલી સ્ટીકરો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસને ચોક્કસ બાતમી મળતા મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં સ્થળ પરથી 178 પેટી નકલી દારૂની અંદાજે 2100 બોટલો મળી આવી હતી. ઉપરાંત 1000 લિટર જેટલું ઇથેનોલ બે મોટી ટાંકીઓમાં સંગ્રહિત રાખવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં વિજય ઠાકોર અને મહેન્દ્રસિંહ ઝાલાનું તપાસ માં બહાર આવ્યું છે.જ્યારે અન્ય આરોપીઓ ગગન પટેલ અને હર્ષદ વાઘેલા તેમના આ કામગીરી માં સહયોગ આપતા હોય તેવું પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું છે.
તપાસ દરમિયાન ખુલ્યું કે આ ગેરકાયદેસર ફેક્ટરી ખૂબ ચાલાકીપૂર્વક ચલાવવામાં આવતી હતી. બહારથી સામાન્ય ઘર જેવું લાગતું મકાન અંદરથી નકલી દારૂ બનાવવાનું સેટઅપ ધરાવતું હતું. ઉપરના માળે મોટા પ્રમાણમાં ઇથેનોલ સ્ટોર કરીને તેમાં વિવિધ કેમિકલ્સ અને એસેન્સ મિક્સ કરીને દારૂ તૈયાર કરવામાં આવતો હતો.
દારૂને વધુ વિશ્વસનીય બનાવવા માટે આરોપીઓ રોયલ સ્ટેગ અને રોયલ ચેલેન્જ જેવા જાણીતા બ્રાન્ડના નકલી સ્ટીકરો લગાવતા હતા. ગ્રાહકોને ભ્રમિત કરવા માટે બોટલો પર ‘Sale Only for Punjab’ જેવા સ્ટીકરો પણ લગાવવામાં આવતા હતા, જેથી આ દારૂ અન્ય રાજ્યમાંથી કાયદેસર રીતે આવ્યો હોય તેવી છાપ ઊભી થાય. સ્થળ પરથી ખાલી બોટલો, નકલી બ્રાન્ડેડ સ્ટીકરો, સીલિંગ મશીન અને પેકેજિંગ માટેનો સામાન પણ મળી આવ્યો છે, જે દર્શાવે છે કે આ ફેક્ટરી સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતી હતી.
મુખ્ય આરોપી ઠાકોર વિજયજી બચુજી અને તેના સાગરીતો ઝાલા મહેન્દ્રસિંહ નવલસિંહ, પટેલ ગગન જયંતિલાલ, વાઘેલા હર્ષદ મગનભાઈ તમામ લોકો રેડ દરમ્યાન ભાગી છૂટ્યા હતા. LCB પોલીસે વિજયજી ઠાકોર અને તેની સાથે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મળતિયાઓ ને શોધખોળ શરૂ કરી નાખી છે. આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ રીતે સમગ્ર નકલી દારૂ થતો હતો તૈયાર
બુડાસણ ગામે રહેણાંક મકાન વિજયજી ઠાકોર અને તેના મળતીયાઓ કેસરી રંગ ના મોટા બેરલમાં કેમિકલયુક્ત પ્રવાહી મિક્સ કરી ઈલેક્ટ્રીક ગલેન્ડર અને મોટર ની મદદથી નકલી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. ત્યારબાદ આ પ્રવાહીને પ્લાસ્ટિકની નળીઓ દ્વારા ખાલી બોટલોમાં ભરી તેના પર રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગ જેવી જાણીતી બ્રાન્ડના નકલી સ્ટીકરો લગાવી તેને સીલ કરીને પેકિંગ કરવામાં આવતું હતું. આ નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઘરમાં કેટલા સમય થી ચાલતું હશે તે પોલીસ તપાસ માં બહાર આવી શકે છે. શું કડીના પી.આઈ અને ડી સ્ટાફને કેમ ન આવી ગંઘ? શું હોઈ શકે તે તપાસના અંત જ પડે ખબર