કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

લાંઘણજ ના દીતાસણ ગામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી પર હુમલો કરી ગાડીમાં તોડફોડ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ..

મહેસાણાના દીતાસણ ગામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પર હુમલો કરી તેમની ગાડીમાં તોડફોડ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી આ અંગે તલાટી કમ મંત્રીએ લાંઘણજ પોલીસ મથકમાં રીતસરની ફરિયાદ નોંધાવી દીતાસણ ગામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા જીપીનભાઇ બબાભાઇ જેસંગભાઈ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત રોજ બપોરના દોઢેક વાગ્યાના સુમારે તેઓ પંચાયત કચેરીમાં વી.સી.ઈ. રમેશજી કુવરજી ઠાકોર અને હાર્દીક મહેન્દ્રજી ઠાકોર સાથે હાજર તે સમયે ગામમાં જ પંચાયતની બાજુમાં રહેતો નરેશજી ઉર્ફે જાફર રામાજી ઠાકોર નામનો યુવક તેની માતા સીતાબેનના વિધવા પેન્શન બાબતે પૂછપરછ કરવા માટે કચેરીએ આવ્યો તલાટી તે સમયે સરકારી કામમાં વ્યસ્ત હોવાથી તેમણે નરેશજીને 10 મિનિટ બેસવા માટે જણાવ્યું આ સામાન્ય વાતથી એકદમ ઉશ્કેરાઈ ગયેલા નરેશજીએ પંચાયતના સ્ટાફને જેમતેમ ગાળો બોલવાનું શરૂ કર્યું ત્યારબાદ તે દોડીને પોતાના ઘરે ગયો અને હાથમાં લાકડાનો ધોકો લઈને પરત આવ્યો.

ઉશ્કેરાયેલા યુવકે પંચાયત કચેરીની બહાર પાર્ક કરેલી તલાટીની ટાટા નેક્સન ગાડીના આગળ અને પાછળના ભાગે ધોકા મારીને કાચ તોડી નાખ્યા અને ગાડીને મોટું નુકસાન પહોંચાડ્યું તોડફોડ કર્યા બાદ પણ તેનો ગુસ્સો શાંત ન થતાં તેણે તલાટી અને સ્ટાફને આજે તમે બહાર નીકળો આજે તો તમને જાનથી મારી નાખવા તેવી ધમકી આપી અને ગાળાગાળી કરી ત્યાંથી નાસી છૂટ્યો આ ચકચારી ઘટનાને પગલે તલાટી કમ મંત્રી જીપીનભાઇ ચૌધરીએ દીતાસણ ગામના આરોપી નરેશજી ઉર્ફે જાફર રામાજી ઠાકોર વિરુદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી.

Leave a Comment

और पढ़ें