શ્રી ડાહ્યાભાઈ પટેલ વિધા સંકુલ, અમૃત વિધા સંસ્કાર મંડળ સંચાલિત ખાતે સ્વાતંત્ર્ય દિવસ ની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ

શ્રી ડાહ્યાભાઈ પટેલ વિદ્યા સંકુલ, અમૃત વિદ્યા સંસ્કાર મંડળ સંચાલિત, આદર્શ વિદ્યાલય ખાતે 15 ઓગસ્ટ 2026ના રોજ 80 માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન “શ્રી ધીરજભાઈ શંકરભાઈ પટેલ સાહેબ” (પૂર્વ નગરસેવક ), શાળાના ટ્રસ્ટી શ્રીઓ તથા ઇન્ચાર્જ નિયામક શ્રી, સર્વે પ્રધાનાચાર્યો, સર્વે શિક્ષકગણ, ડ્રાઈવર ભાઈઓ, વાલી ગણ, તમામ સેવક ભાઈઓ તથા બહેનો, વહાલા બાળકો અને પૂર્વ છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને રાષ્ટ્રગાનથી કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુંદર ડાન્સ રજૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓની મનમોહક રજૂઆતે સમગ્ર વાતાવરણમાં દેશભક્તિ અને ઉત્સાહનો સંચાર કર્યો.

શાળાના ટ્રસ્ટી શ્રી વશરામભાઇ સાહેબ અને શ્રી સંજયભાઈ પટેલ સાહેબે આ પ્રસંગ ના અનુસંધાન માં બાળકોને દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રેમ વિશે માર્ગદર્શન આપ્યું. તથા બાળકોને તેમની દેશ પ્રત્યે ની જવાબદારી પણ શીખવી.

આપણી શાળાના પૂર્વ છાત્ર શ્રીમાન “યશ અમિતકુમાર રાવલ” જે આજે ભારતીય સેનાની તરીકેની ફરજ બજાવી રહ્યા છે તેમણે ખાસ રીતે ઉપસ્થિત રહીને આ સમગ્ર કાર્યક્રમ ની શોભા અને શાળાનું ગૌરવ વધાર્યું હતું.

આ સાથે સમગ્ર મહેસાણા જિલ્લામાં પંચપદી ના વર્ગમાં પસંદગી પામેલ શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું હતું.

શાળાના સ્પોર્ટ્સ કોચના માર્ગદર્શન હેઠળ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તથા કરાટેમાં વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. તેમની મહેનત, શિસ્ત અને સિદ્ધિ બદલ સૌએ અભિનંદન પાઠવ્યા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, તમામ શિક્ષકગણ, ડાન્સ કોરિયોગ્રાફર્સ, સ્પોર્ટ્સ કોચ તથા વિદ્યાર્થીઓએ અથાગ મહેનત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સંકલ્પ લીધો.

જૈમિન સથવારા કડી 

Leave a Comment

और पढ़ें