કડી ના મેડાઆદરજ ગામે બેન્ક ઓફ ઇન્ડિયા ના 121માં સ્થાપના દિવસે સેવાકીય પ્રવૃત્તિઓ કરી ને ખાસ ઉજવણી કરી.

બેન્ક ઓફ ઈન્ડિયાએ 7 સપ્ટેમ્બર 2026 ના રોજ પોતાની સ્થાપનાના 121 વર્ષ પૂર્ણ કરીને 121મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. આ ઐતિહાસિક અવસર પર બેન્ક દ્ધારા રીલેશનશીપ બિયોન્ડ બેંકિંગ ના સૂત્રને સાર્થક કરતી દેશભરમાં અનેક મહત્વપૂર્ણ સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

કડી ના મેડાઆદરજ આવેલ બેન્ક ઓફ ઇન્ડિયા ની શાખા ખાતે પણ બેન્ક ના 121મો સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી કરી ને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જેમાં ગામમાં સામુદાયિક આઉટરિચ પ્રવૃતિઓનું આયોજન કર્યું હતું.

ત્યાં ગામની અંદર રહેલ શાળામાં સ્થાનિક કિન્ડર ગાર્ટન શાળામાં બાળકો માટે સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ હાથ ધર્યો હતો. જે યુવા વિધાર્થીઓમાં શિક્ષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપે છે. પ્રામાણિકતા પારર્દશીતા અને નૈતિક પ્રથાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે ગામમાં એક તકેદારી જાગૃતિ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ પહેલો દ્ધારા બેન્ક ઓફ ઇન્ડિયાએ સમુદાય કલ્યાણ અને સામાજિક જવાબદારીઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની પુન પુષ્ટિ કરી હતી.

Leave a Comment

और पढ़ें