નંદાસણ પંથકમાં સગીરા સાથે શોષણની શરમજનક ઘટના! લગ્નની લાલચ આપી દુષ્કર્મ, ગર્ભવતી બન્યા બાદ ગર્ભપાત કરાવ્યાનો ગંભીર આક્ષેપ લોનની લાલચનું જાળ બિછાવી સાયબર ઠગાઈના નેટવર્ક પર બાવલું પોલીસનો મોટો પ્રહાર!45 ATM કાર્ડ સાથે બે શખ્સો ઝડપાયા! છ શખ્સો હજુ પોલીસની રડારમાં! કડીમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ, સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવાનો અનોખો પ્રયાસ પી. આઇ.એ. એસ.રબારી ના માર્ગદર્શન હેઠળ રાજુભાઈ નો રણટંકાર, પરેશભાઈ નો પ્રહાર: કડી કુંડાળ-ઈરાણા રોડ પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ! મહેસાણાના નવા જિલ્લા કલેક્ટર તરીકે ડૉ. હર્ષિત પી. ગોસાવીએ સંભાળ્યો કાર્યભાર કડી પોલીસની ‘ચોક્કસ નજર’નો ચમત્કાર: ભાવેશ, મેલાજી અને જસવંત ની મહેનત રંગ લાવી, ત્રણ આરોપી ઝડપાયા!

કડીમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ, સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવાનો અનોખો પ્રયાસ

👉નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ગજ્જર અને કારોબારી ચેરમેન શૈલેષભાઈ પટેલ ના હસ્તે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી કડી નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 30 ઓક્ટોબરના રોજ શ્રી રતિલાલ મગનલાલ પટેલ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ, કમળ સર્કલ પાસે યોજાયેલા આ મેળાનું આયોજનમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા કડીના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રકુમાર ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
સ્વદેશી મેળામાં વિવિધ પ્રકારના 50 થી વધુ સ્ટોલ જેમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને વેપારીઓના સ્ટોલ દ્વારા નાગરિકોને ખરીદી માટે એક જ સ્થળે અનેક વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક વેપારને વેગ આપવાની સાથે સ્વદેશી વસ્તુઓના વપરાશ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
કડી નગરપાલિકાના ચીફ ઓફિસર સિદ્ધાર્થભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ગજ્જર, ઉપ પ્રમુખ સ્મિતાબેન પટેલ,કારોબારી સમિતિના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, કોર્પોરેટર સહિત નગરપાલિકાના તમામ સભ્યો અને કર્મચારીઓના સહયોગથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્વદેશી મેળો તા. 30 ઓક્ટોબરથી 8 નવેમ્બર 2026 સુધી દરરોજ સવારે 10:30થી રાત્રે 10 વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. કડીના નાગરિકોને મોટી સંખ્યામાં મેળાની મુલાકાત લેવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જૈમિન સથવારા – કડી 

Leave a Comment

और पढ़ें