નંદાસણ પંથકમાં સગીરા સાથે શોષણની શરમજનક ઘટના! લગ્નની લાલચ આપી દુષ્કર્મ, ગર્ભવતી બન્યા બાદ ગર્ભપાત કરાવ્યાનો ગંભીર આક્ષેપ લોનની લાલચનું જાળ બિછાવી સાયબર ઠગાઈના નેટવર્ક પર બાવલું પોલીસનો મોટો પ્રહાર!45 ATM કાર્ડ સાથે બે શખ્સો ઝડપાયા! છ શખ્સો હજુ પોલીસની રડારમાં! કડીમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ, સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવાનો અનોખો પ્રયાસ પી. આઇ.એ. એસ.રબારી ના માર્ગદર્શન હેઠળ રાજુભાઈ નો રણટંકાર, પરેશભાઈ નો પ્રહાર: કડી કુંડાળ-ઈરાણા રોડ પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ! મહેસાણાના નવા જિલ્લા કલેક્ટર તરીકે ડૉ. હર્ષિત પી. ગોસાવીએ સંભાળ્યો કાર્યભાર કડી પોલીસની ‘ચોક્કસ નજર’નો ચમત્કાર: ભાવેશ, મેલાજી અને જસવંત ની મહેનત રંગ લાવી, ત્રણ આરોપી ઝડપાયા!

નંદાસણ પંથકમાં સગીરા સાથે શોષણની શરમજનક ઘટના! લગ્નની લાલચ આપી દુષ્કર્મ, ગર્ભવતી બન્યા બાદ ગર્ભપાત કરાવ્યાનો ગંભીર આક્ષેપ

👉16 વર્ષ અને 7 માસની સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ; ગોળીઓ આપી ગર્ભપાત કરાવ્યાનો પણ આક્ષેપ, નંદાસણ પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો.
 મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ મથકની હદમાં સગીરા સાથે શોષણની ગંભીર ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. સગીર વયની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો અને ત્યારબાદ સગીરા ગર્ભવતી બનતાં ગોળીઓ આપીને ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
 જોટાણા તાલુકાના ધનાલી ગામે રહેતા ઠાકોર જયેશજી ભરતજી નામના યુવક સામે આ મામલે આક્ષેપો કરવામાં આવ્યા છે. આરોપીએ 16 વર્ષ અને 7 માસની સગીરાને પોતાની વાતોમાં ભોળવી લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનાના પગલે સગીરા ગર્ભવતી બની હોવાની વિગતો પણ સામે આવી છે.
ગર્ભાવસ્થાની જાણ થતાં ગોળીઓ આપી હોવાનો આક્ષેપ
સગીરા ગર્ભવતી બન્યા બાદ આરોપીએ ગોળીઓ આપીને ગર્ભપાત કરાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર હકીકત સામે આવતાં સગીરાની માતાએ હિંમત દાખવી નંદાસણ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.માતાની ફરિયાદના આધારે નંદાસણ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જૈમિન સથવારા – કડી 

Leave a Comment

और पढ़ें