કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

કડી તાલુકા પંચાયત માં ભાજપ ની પાવરફુલ ટીમ ઘોષિત:- પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ અમરબેન દેસાઈ ની વરણી કરાઈ

ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ રાજ્યની વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટી અને રાજકીય સુકાન સંભાળવા માટે હોદ્દેદારોની વરણી પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળ્યો હતો. જેમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકા માં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. કડી તાલુકા પંચાયત ની 30 બેઠક માંથી 24 બેઠક ઉપર ભવ્ય વિજય મેળવ્યો હતો. અને બાકી ની 6 બેઠકો ઉપર કોંગ્રેસ ના હાથે ગઈ હતી. ભાજપે બહુમત સાથે વિજય મેળવી તાલુકા પંચાયત માં સંપૂર્ણ કબજો જમાવ્યો હતો.

કડી તાલુકા પંચાયત માં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ની ચુંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણી અધિકારી આશિષભાઈ મિયાત્રા તથા પંચાયત ના TDO કલ્પેશસિંહ ચાવડા ની ઉપસ્થિતિ માં યોજાયેલી આ પક્રિયામાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો સતાવાર રીતે વિજેતા બન્યા હતા. આ જીત સાથે ભાજપે તાલુકા પંચાયત પર પોતાનો કબજો યથાવત રાખ્યો હતો.

અલદેશણ બેઠક ઉપર થી ચૂંટાયેલા જીતેન્દ્રભાઈ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે ઘુમાસણ બેઠક ના અમરબેન દેસાઈ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

કારોબારી ચેરમેન દિલ્પજી ઠાકોર, પક્ષના નેતા પ્રમોદભાઈ પટેલ, દંડક અમરતજી ઠાકોર ને નિમણૂક કરવામાં આવ્યા હતા.નવા ચૂંટાયેલ પંચાયત ના હોદેદારો હવે વિકાસ લક્ષી કાર્યોને વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

ચૂંટણી પક્રિયા પૂર્ણ થતા જ ભાજપ ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમટી પડતા હતા. અને વિજેતા ઉમેદવારો ને શુભેચ્છાઓ પાઠવી હતી. બને મુખ્ય પદો પર વિજય મેળવી ને ભાજપે સ્થાનિક સંગઠન ની મજબૂત સ્થિતિ ફરી એકવાર સાબિત કરી નાખી હતી.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, તાલુકા પ્રમુખ શૈલેષભાઈ ઠાકોર સહિત ના ભાજપ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી ને પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખ ના હોદ્દેદારો ને ફુલહાર પહેરાવી, મો મીઠું કરાવી ને આવકાર્યા હતા. અને શુભ મુહૂર્ત માં પ્રમુખ અને ઉપપ્રમુખ એ પંચાયત માં કાર્યભાર સંભાળ્યો હતો.

Leave a Comment

और पढ़ें