👉કડી પી. આઇ. એ.એસ . રબારી ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
કડીમાં આગામી 28/5/26 ના રોજ મનાવવામાં આવનાર બકરી ઇદના તહેવાર ને લઈને કડી પોલીસ મથકે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કડી પોલીસ સ્ટેશન ના પી. આઈ એ.એસ. રબારી ની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓ જણાવ્યું કે શહેરમાં અત્યાર સુધી તમામ ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાયા છે. બકરી ઇદ ની ઉજવણી પણ એવી જ રીતે થાય તે માટે હિન્દુ – મુસ્લિમ સમુદાયના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યોએ હાજરી આપી. તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર તહેવાર કોમી એકતા અને સદભાવના ના માહોલમાં ઉજવાય તે માટે સૌએ સહમતિ દર્શાવી હતી.
આ શાંતિ સમિતિ ની બેઠકમાં રાજકીય પક્ષોના આગેવાનો સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તહેવાર દરમિયાન શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.











