
👉 કડી કરણનગર રોડ ખાતે આવેલ આદર્શ વિધાલય ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત કેશવ માધવ સ્મૃતિ સમિતિ ટ્રસ્ટ તથા રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આયોજિત સેમિનાર યોજાયો
કડી કરણનગર રોડ આવેલ આદર્શ વિધાલય ખાતે કડી પોલીસ સ્ટેશન ના મહિલા પી. એસ. આઇ થતાં તેમની ટીમે સ્કૂલ માં ભણતા વિધાર્થીઓની માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો, કાનૂની અધિકારો ની સમજ વિકસાવવાનો અને ડિજિટલ યુગમાં સાયબર ગુન્હાઓ થી સાવચેત રહેવા માટે માર્ગદર્શન આપવાનો હતો. આયોજન પી. એસ. આઈ સેજલ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ થયું હતું.
આ કાર્યક્રમ દરમિયાન મહિલા પોલીસ પી. એસ. આઈ. સેજલ ચૌધરી થતા તેમની ટીમ દ્વારા વિધાર્થીની ઓ ને મહિલા સુરક્ષા, બાળ સુરક્ષા તેમજ ગુડ ટચ અને બેડ ટચ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકો અને કિશોરોમાં સુરક્ષા અંગે યોગ્ય સમજણ હોવી અત્યંત જરૂરી છે તે ધ્યાનમાં રાખીને વિવિધ ઉદાહરણો દ્ધારા સારો સ્પર્શ અને અયોગ્ય સ્પર્શ વચેના તફાવત ઓળખવા અને કોઈપણ શંકાસ્પદ ઘટનાની જાણ કોને કરવી તે સમજાવવાવ આવ્યું હતું.
આ ઉપરાંત વિધાર્થીઓ ને પોસ્કો એક્ટ વિશે પણ માહિતી આપવામાં આવી , બાળ સુરક્ષા માટે બનાવવામાં આવેલા કાયદા હેઠળ બાળકોને મળતા અધિકારો, કાનૂની જોગવાઈઓ અને સુરક્ષા અંગે વિસ્તૃત સમજૂતી અપાઈ. પોલીસ અધિકારીઓ એ વિધાર્થીઓ ને કોઈપણ પ્રકારની હેરાનગતિ, શોષણ કે અયોગ્ય વર્તન સામે મૌન ન રહેવા અને તાત્કાલિક માતા – પિતા, શિક્ષકો અથવા નજીક ના પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા જણાવ્યું હતું.તથા સાથે સાથે 112 ઇમરજન્સી સેવા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. 181 મહિલા અભિગમ ની પૂરતી માહિતી આપી , અકસ્માત અથવા અસમાજિક પ્રવૃતિઓ ની જાણ પોલીસ ને કેવી રીતે કરવી અને 112 સેવાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિધાર્થીઓને માર્ગદર્શન અપાયું.
કાર્યક્રમ નો મહત્વ પૂર્ણ ભાગ સાયબર જાગૃતિ સત્ર રહ્યો હતો, જેમાં કડી મહિલા પોલીસ દ્ધારા વિદ્યાથીઓ ને સાયબર ક્રાઇમ, ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા સુરક્ષા,OTP અને પાસવર્ડ ની ગોપનીયતા, ફેક લિક્સ અને ડિજિટલ ફોર્ડ થી બચવાના ઉપાયો અંગે મહત્વપૂર્વ માહિતી આપવામાં આવી. વિધાર્થીઓને અજાણ્યા વ્યક્તિ સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરવા, શંકાસ્પદ લિંક પર કિલક ન કરવા અને સોશિયલ મીડિયાનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવા સમજાવવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં સ્કૂલ ના શિક્ષકો,RSS ના સ્વયંસેવકો, વિદ્યાથીઓ તથા વાલીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.અને વિવિધ પ્રશ્નો પૂછી ને માર્ગદર્શન મેળવ્યું હતું. શિક્ષકો અને શાળા ના સંચાલકો એ કડી પોલીસ ના આવા કાર્યક્રમો વિધાર્થીઓમાં આત્મવિશ્વાસ, જાગૃતિ અને જવાબદારીઓ ની ભાવના વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમમાં કડી પોલીસ સ્ટેશન ના મહિલા પોલીસ પી. એસ. આઈ. સેજલ ચૌધરી,HC વીણાબેન,PC કોમલબેન,LR વનિતાબેન દ્ધારા પોલીસ સુરક્ષા જાગૃતિ અને વિશ્વાસનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોચાડવાનો સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા.









