કડી માં ટાઉન હોલ ખાતે ફેશન ફેસ્ટિવલ એક્ઝિબિશનમાં વિવિધ કલેક્શન રજૂ કરાયા

કડી શહેરમાં ફેશન અને નવીન ડિઝાઇનને પ્રોત્સાહન આપવા માટે ફેશન ફેસ્ટિવલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારના ફેશન વસ્ત્રો, ડિઝાઇનર ડ્રેસ, જ્વેલરી, ફેશન એસેસરીઝ સહિતની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું.
આ એક્ઝિબિશનમાં સ્થાનિક તેમજ વિવિધ સ્થળોના વેપારીઓ અને ડિઝાઇનરોએ પોતાના નવા કલેક્શન રજૂ કર્યા હતા. ફેશનપ્રેમીઓ અને શહેરની મહિલાઓમાં એક્ઝિબિશનને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
એક્ઝિબિશન દરમિયાન નવી ફેશન, આકર્ષક ડિઝાઇન અને વિવિધ પ્રકારના કલેક્શન એક જ સ્થળે ઉપલબ્ધ થતા મુલાકાતીઓએ ખરીદી સાથે ફેશનની નવી રેન્જ વિશે પણ માહિતી મેળવી હતી.
આ પ્રકારના આયોજનથી સ્થાનિક વેપારીઓ અને ફેશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે નવી તકો ઊભી થવાની સાથે શહેરમાં ફેશન અને લાઇફસ્ટાઇલ ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળ્યું છે..
એક્ઝિબિશનમાં વિવિધ ડિઝાઇન અને નવા કલેક્શન રજૂ કરવામાં આવતા મુલાકાતીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓએ એક્ઝિબિશનની મુલાકાત લઈ પોતાની પસંદગીની વસ્તુઓની ખરીદી કરી હતી.
ફેશન ફેસ્ટિવલ એક્ઝિબિશનને મળેલા પ્રતિસાદથી આયોજકોમાં ચૈતાલી પટેલ, ઉર્મિલા પટેલ, કિરણ પટેલ, મિતલ પટેલ, અસ્મિતા પટેલ, મનીષા પટેલ ભારે જહેમત ઉઠાવી ને આ એક્ઝિબિશનને સફળ બનાવ્યો હતો અને ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આગામી સમયમાં પણ આવા આયોજન કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें