કડી સર્વ વિશ્વવિદ્યાલય યુવક મહોત્સવ-“સંગત ૨૦૨૬” ની રંગારંગ શરૂઆત “Bharat Vision-Rooted to Rise” વિષય પર યુવાઓના થનગનાટની ધમાકેદાર રજૂઆત થશે

ગુજરાતના ઉચ્ચશિક્ષણ જગતમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કરનાર ગાંધીનગર સ્થિત સર્વ વિદ્યાલય કેળવણી મંડળની કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવકમહોત્સવનું ૨૮ અને ૩૦ સપ્ટેમ્બર તેમજ ૦૧ ઓકટોબર એમ ત્રીદીવસીય આયોજન કરવામાં આવ્યું છે. સંગત-૨૦૨૬ કડી સ્થિત એસ. વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ તેમજ શ્રીમતી એમ. પી. પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સેન્ટર ફોર પ્રોફેસનલ કોર્ષીસ ના યજમાન પદે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ માનનીય શ્રીવલ્લભભાઈ એમ પટેલ સાહેબના વિશેષ માર્ગદશન હેઠળ આ યુવા મહોત્સવનું આયોજન થયું છે. તદઉપરાંત આ યુવા મહોત્સવમાં સંગીત સિવાયની મોટા ભાગની સ્પર્ધાઓમાં કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા જ વિવિધ કૃતિઓની તૈયારી કરાવવામાં આવશે કે જેથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં રહેલી ખરી આવડત બહાર લાવી શકાય. આ યુવક મહોત્સવમાં ધ્વનિ ગૌતમ-ડાયરેક્ટર,લેખક, દેવાંગ ચૌહાણ-સંગીતકાર, ગુજરાતી લોક ગાયક, કેયા પાટીલ-ગાયક અને રૂદ્રી જોશી-ભારતનાટ્યમ નૃત્યાંગના ઉપસ્થિત રહી પ્રેરણાત્મક ઉદબોધન કરી વિદ્યાર્થિયોનો ઉત્સાહ વધારશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ દિવસે દસ સ્પર્ધાઓનું આયોજન થશે. જેમાં ક્વિઝનો પ્રાથમિક રાઉન્ડ,વન એક્ટ પ્લે, કોલાજ, પોસ્ટર મેકિંગ, કલે મોડેલીંગ, ક્લાસિકલ મ્યુઝીક, કાવ્ય પૂર્તિ, અને કાવ્યપઠન જેવી સ્પર્ધાઓમાં અંદાજિત ૨૫૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જ્યારે બીજા દિવસે “Bharat Vision-Rooted to Rise” ની થીમ ઉપર વિવિધ કોલેજોના સ્પર્ધકો દ્વારા કડી શહેરમાં ભવ્ય રેલી કાઢી આગામી બે દિવસમાં વિવિધ કેટેગરી જેવી કે ડાન્સ ,ફાઈન આર્ટસ, મ્યુઝીક, સાહિત્યિક અને થીએટર જેવી કુલ ૨૫ સ્પર્ધાઓ નું આયોજન થયેલ છે. આ યુવક મહોત્સવમાં યુનિવર્સિટીના ૨૩ ડિપાર્ટમેંટસ અને કોલેજોના ૯૭૬ વિદ્યાર્થીઓ ભાગ લઇ પોતાની કળા પ્રદર્શિત કરશે. આ દરેક સ્પર્ધાઓમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ તેમજ પ્રથમ, દ્વિતીય અને ત્રીજા નંબરે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ સર્ટીફીકેટ આપવામાં આવશે. આ યુવક મહોત્સવનું સમગ્ર આયોજન યજમાન કોલેજોના ચીફ કન્વીનર અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન ડો.ભાવિન પંડ્યા તેમજ પ્રિન્સીપાલ ડો. કપિલ ત્રિવેદીના માર્ગદર્શનમાં થશે.

Leave a Comment

और पढ़ें