નંદાસણ પંથકમાં સગીરા સાથે શોષણની શરમજનક ઘટના! લગ્નની લાલચ આપી દુષ્કર્મ, ગર્ભવતી બન્યા બાદ ગર્ભપાત કરાવ્યાનો ગંભીર આક્ષેપ લોનની લાલચનું જાળ બિછાવી સાયબર ઠગાઈના નેટવર્ક પર બાવલું પોલીસનો મોટો પ્રહાર!45 ATM કાર્ડ સાથે બે શખ્સો ઝડપાયા! છ શખ્સો હજુ પોલીસની રડારમાં! કડીમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ, સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવાનો અનોખો પ્રયાસ પી. આઇ.એ. એસ.રબારી ના માર્ગદર્શન હેઠળ રાજુભાઈ નો રણટંકાર, પરેશભાઈ નો પ્રહાર: કડી કુંડાળ-ઈરાણા રોડ પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ! મહેસાણાના નવા જિલ્લા કલેક્ટર તરીકે ડૉ. હર્ષિત પી. ગોસાવીએ સંભાળ્યો કાર્યભાર કડી પોલીસની ‘ચોક્કસ નજર’નો ચમત્કાર: ભાવેશ, મેલાજી અને જસવંત ની મહેનત રંગ લાવી, ત્રણ આરોપી ઝડપાયા!

લોનની લાલચનું જાળ બિછાવી સાયબર ઠગાઈના નેટવર્ક પર બાવલું પોલીસનો મોટો પ્રહાર!45 ATM કાર્ડ સાથે બે શખ્સો ઝડપાયા! છ શખ્સો હજુ પોલીસની રડારમાં!

👉45 ATM કાર્ડ, અલગ-અલગ બેંકોની ચેકબુકો અને SIM કાર્ડ સાથે કુલ મળી આશરે 6.15 કરોડ રૂપિયા નો પર્દાફાશ 
👉લોનની લાલચ આપી બેંક ખાતાં ખોલાવી કરોડોની હેરાફેરીનો ખેલ? બાવલું પોલીસની સતર્કતાથી સાયબર ઠગાઈના મોટા નેટવર્કનો પર્દાફાશ!
બાવલું પોલીસે સાયબર ગુનેગારો દ્વારા સામાન્ય નાગરિકોને લોનની લાલચ આપી તેમના નામે બેંક ખાતાં ખોલાવી તેનો ઉપયોગ સાયબર ફ્રોડની રકમની હેરાફેરી માટે કરવામાં આવતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં બાવલું પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસની સતર્કતા અને બાતમીદારોની મદદથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય છ આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
બાવલું પોલીસ સ્ટેશનના પી. આઇ ડી.જી.બડવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે મેડા આદરજ ગામના કલોલ જવાના રોડ પરથી એક શખ્સને એક્સેસ ટુ-વ્હીલર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની તપાસ દરમિયાન તેની પાસેથી અલગ-અલગ બેંકોના ATM કાર્ડ, ચેકબુક તથા અન્ય શંકાસ્પદ દસ્તાવેજો મળી આવતાં સમગ્ર મામલો સાયબર ઠગાઈ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તપાસનો વ્યાપ વધારતાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સને પણ ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંકોના કુલ 45 ATM કાર્ડ, અલગ-અલગ કંપનીઓનાં ડમી સીમકાર્ડ, ચેકબુકો તથા બેંક ખાતાંને લગતા દસ્તાવેજો મળી આવ્યા હતા. અને સમગ્ર સાયબર ફ્રોડ નું નેટવર્ક દુબઇ માં બેઠેલા બે ઈસમો દ્ધારા ચલાવવા માં આવતું જેમાં કુલ મળી આશરે ,₹6.15 કરોડ રૂપિયા નું શંકાસ્પદ નાણાકીય વ્યવહાર નો પર્દાફાશ થયો હતો.
આ ઈસમો સામાન્ય અને જરૂરિયાતમંદ લોકોને લોન અપાવવાની લાલચ આપી તેમના નામે અલગ-અલગ બેંકોમાં ખાતાં ખોલાવતા હતા. ત્યારબાદ ખાતાધારકો પાસેથી બેંક એકાઉન્ટ કિટ અને સીમકાર્ડ મેળવી, નવા યુઝરનેમ અને પાસવર્ડ બનાવી ખોટી ઓળખનો ઉપયોગ કરતા હતા. આ બેંક ખાતાંઓનો ઉપયોગ સાયબર ફ્રોડથી મેળવેલી રકમની હેરાફેરી કરવા માટે કરવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે.
આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય છ આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી એક્સેસ ટુ-વ્હીલર પણ કબજે કર્યું છે.
બાવલું પોલીસની કામગીરીથી સાયબર ઠગાઈ ના ગુનેગારોમાં ફફડાટ!
આ સમગ્ર કામગીરીમાં પી. આઈ ડી.જી. બડવાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને પોલીસ કર્મચારીઓ સંજયકુમાર બબાભાઈ અને ભાવિકભાઈ ઈશ્વરભાઈને મળેલી બાતમી અને અન્ય પોલીસ કર્મચારીઓની રાજુજી પુનાજી, અજયસિંહ, સિધ્ધરાજસિંહ, હિરેન ભાઈ વિજયભાઈ, સંજયભાઈ સયુંકત કામગીરીથી આ નેટવર્ક સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
ઝડપાયેલ આરોપી
ઠાકોર વિપુલજી ઉર્ફે ભોણો
દરજી પાર્થકુમાર રમેશભાઈ રહે મેડા આદરજ
પકડવાના બાકી આરોપી
દરજી ફાલ્ગુની પાર્થકુમાર રહે. કલોલ
ચંદ્રકાંત વિનુભાઈ મકવાણા રહે. દુબઇ
જીતુભાઈ વિનુભાઈ મકવાણા રહે.દુબઈ તમામ મૂળ મેડા આદરજ ગામના વતની
રોબિન રહે. થોળ
હેવાંગ ગંગદેવ રહે. રાજકોટ
શુભમ

જૈમિન સથવારા – કડી 

Leave a Comment

और पढ़ें